ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હૈ..ને કારણે દેશભરમાં ઘર–ઘર સુધી જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદેએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમ અને ટોચના નેતા ચરણ સિંહ સાપરાએ શિલ્પા શિંદેને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું. શિલ્પા શિંદેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કર્યો.
જુઓ VIDEO :
શિલ્પા શિંદેએ કહ્યું કે દેશભરમાં થયેલો વિકાસ માત્ર કોંગ્રેસને જ આભારી છે. શિલ્પાએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાના રાજકારણમાં પ્રવેશ અંગે સ્પષ્ટતા કરી. જાણીતી ટેલિવિઝન એક્ટ્રેસ શિલ્પા શિંદેએ ગત વર્ષે રિયાલિટી શૉ બિગ બોસનું ટાઈટલ પણ જીત્યું હતું.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.