CM Rupani ની અધ્યક્ષતામાં આજે સાંજે મહાનગરપાલિકાના હોદ્દેદારોની મહત્વની બેઠક

CM Rupani ની અધ્યક્ષતામાં આજે સાંજે મહાનગરપાલિકાના હોદ્દેદારોની મહત્વની બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 8:32 AM

સીએમ રૂપાણી દ્વારા બોલવવામાં આવેલી આ બેઠકમાં મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. તેમજ શહેરોના માળખાકીય વિકાસ માટે ટીપી સ્કીમના અમલ અને દબાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત(Gujarat) ના મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ના અધ્યક્ષ સ્થાને ગુરુવારે એટલે કે આજે મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં ગાંધીનગર સિવાય રાજ્યની તમામ મહાનગર પાલિકા(Corporation)ના કમિશ્નર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બેઠકમાં ઉપસ્થિત રહેશે.

સીએમ રૂપાણી દ્વારા બોલવવામાં આવેલી આ બેઠકમાં મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. તેમજ શહેરોના માળખાકીય વિકાસ માટે ટીપી સ્કીમના અમલ અને દબાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત આ બેઠકમાં શહેરી સુખાકારીની સુવિધા અને પીવાના પાણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં રોડ રસ્તાની કામગીરી, આવાસ યોજના, ફાયર સેફટી મુદ્દે પણ ચર્ચા કરાશે.

રાજ્યમાં કોરોના કાળની પ્રથમ લહેર બાદ બીજી લહેર પૂર્વે યોજાયેલી મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપની જીત બાદ મહાનગર પાલિકાના હોદ્દેદારો સાથે સીએમ રૂપાણીની આ પ્રથમ બેઠક છે. જેમાં મહદઅંશે વિકાસ કામોની સમીક્ષા કરીને તેમાં જરૂરી સૂચનાનો આપવામાં આવશે. આ બેઠક આજે-ગુરુવારે સાંજે ચાર વાગે મળશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાનું ઇલેકશન યોજાવવાનું છે. જેના પગલે શહેરી વિસ્તારના સરકાર દ્વારા અનેક વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. તેમજ આ કામો ઝડપથી પૂર્ણ થાય અને તેનો લાભ લોકોને મળે તે પણ જરૂરી છે. જેથી શહેરી વિસ્તારોમાં કરવામાં આવી રહેલા કામોની સમીક્ષા પણ જરૂરી છે. જેથી કામો સમયસર પૂર્ણ કરી શકાય.

 

આ પણ વાંચો : કર્મચારીઓ માટે સારા સમાચાર : કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં કંપનીઓ કર્મચારીઓને ખુશ રાખશે, 97% કંપની પગાર વધારો આપશે

 

g clip-path="url(#clip0_868_265)">