INTERPOLના સેક્રેટરી જનરલ જોર્ગેન સ્ટૉકે સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વાતચીત, મહાસચિવે માન્યો આભાર
ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ જોર્ગેન સ્ટૉકે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ઈન્ટરપોલના મહાસચિવે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી બદલ ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર પણ માન્યો છે. તો સાથે આતંકવાદ વિરુદ્ધની લડતમાં ઈન્ટરપોલ તરફથી સહયોગની પણ વાત કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ જોર્ગેન સ્ટૉકે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ઈન્ટરપોલના મહાસચિવે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી બદલ ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર પણ માન્યો છે. તો સાથે આતંકવાદ વિરુદ્ધની લડતમાં ઈન્ટરપોલ તરફથી સહયોગની પણ વાત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ 18 વર્ષની આ મુસ્લિમ છોકરીએ કર્યું એવું ક્રાઈમ કે, દુનિયાભરની પોલીસ કરી રહી છે તલાશ
આ વાતચીત દરમિયાન અમિત શાહે દિલ્હીમાં ઈન્ટરપોલની મહાસભા યોજવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. અમિત શાહે કહ્યું કે, વર્ષ 2022માં ભારત પોતાની આઝાદીની 75મા વર્ષની ઉજવણી કરશે. આ પ્રસંગે ભારત ઈન્ટરપોલની મહાસભાનું આયોજક બનવા તૈયાર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રેડ કોર્નર નોટિસ પર થતા વિલંબ પર અમિત શાહે ચિંતા દર્શાવી
વાતચીતમાં અમિત શાહે ઝાકીર નાઈક સહિત અનેક ભાગેડુ વિરુદ્ધ ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નરની નોટિસમાં થતા વિલંબને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. ઈન્ટરપોલના મહાસચિવ સાથેની બેઠકમાં અમિત શાહે કહ્યું કે, આતંકવાદ, નશીલા પદાર્થની તસ્કરી અને મની લોન્ડ્રિંગના કેસમાં રણનીતિ બનાવવાની જરૂરિયાત છે.
જાણો શું છે ઈન્ટરપોલ
ઈન્ટરપોલ 194 દેશના સદસ્યોનું બનેલું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન છે. જેની સ્થાપનાનો હેતુ એવો છે કે, દુનિયાની પોલીસને મજબૂત બનાવવા અને આંતરરાષ્ટ્રિય સુરક્ષા ઉભી કરવામાં આવી શકે. ઈન્ટરપોલની સ્થાપના 1923માં થઈ હતી. અને તેની મુખ્ય ઓફિસ ફ્રાંસમાં છે. ઈન્ટરપોલ બનાવવાનો પહેલો વિચાર 1914માં મોનાકોમાં થયો હતો. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય અપરાધ પોલીસ આયોગના નામથી સંસ્થા ચાલતી હતી. જે બાદ 1956માં ઈન્ટરપોલ નામ રાખવામાં આવ્યું હતું.
[yop_poll id=”1″]