Punjab કોંગ્રેસમાં વિવાદ વચ્ચે અમરિંદર સિંહે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, નવજોતસિંહ સિદ્ધુ મુદ્દે મૌન

|

Jul 06, 2021 | 8:30 PM

પંજાબના સીએમ અમરિંદર સિંહે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ નવજોત સિંહ સિદ્ધુ વિશે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

Punjab કોંગ્રેસમાં વિવાદ વચ્ચે અમરિંદર સિંહે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, નવજોતસિંહ સિદ્ધુ મુદ્દે મૌન
Punjab કોંગ્રેસમાં વિવાદ વચ્ચે અમરિંદર સિંહે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

Follow us on

પંજાબ(Punjab ) કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી અમરિંદર સિંહે(Amrindersingh) મંગળવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી અને અમરિંદર સિંહની બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસમાં મતભેદ દૂર કરવાના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ છે. અમરિંદર સિંહે સોનિયા ગાંધીને મળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ વિશે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

બેઠક બાદ પંજાબ(Punjab )ના મુખ્યમંત્રી અમરિંદરસિંહે કહ્યું કે, હું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મળવા આવ્યો હતો. પક્ષની આંતરિક બાબતો અને પંજાબના વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સોનિયા ગાંધી પંજાબને લઈને જે પણ નિર્ણય લેશે તેને સ્વીકારશે. આગામી ચૂંટણી માટે પંજાબ કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૈયાર છે. સોનિયા ગાંધી સાથે પંજાબના રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીને મળ્યા 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મંગળવારે પંજાબ(Punjab )ના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે સોનિયા ગાંધી સાથે મુલાકાત તે પૂર્વે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જો કે આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તે માહિતી જાહેર કરવામાં આવી નથી.

નવજોતસિંહ સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પંજાબ(Punjab)કોંગ્રેસના સીએમ અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu)  વચ્ચે ચાલી રહેલા વિવાદને હાઇ કમાન્ડ ઉકેલવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેમાં કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જો કે તેની બાદ સૂત્રોના હવાલેથી સમાચાર આવ્યા છે કે નવજોતસિંહ સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી હતી. તેમજ આ મુલાકાત પ્રિયંકા ગાંધીના પ્રયાસો બાદ થઇ હતી.

નવજોતસિંહ સિદ્ધુ સાથે મુલાકાતે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા ઉભી કરી

પંજાબ(Punjab)માં કોંગ્રેસમાં વિવાદ અને દિલ્હીમાં હાઇ કમાન્ડ દ્વારા નવજોતસિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu) સાથે મુલાકાતે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા ઉભી કરી છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી મળી શકે છે. કોંગ્રેસ રાજ્યમાં એન્ટિ-ઇન્કમ્બન્સીની અસર ઘટાડવા માટે કેબિનેટમાં કેટલાક ફેરબદલ કરી શકે છે. પંજાબ (Punjab)કોંગ્રેસમાં વિવાદના સમાધાન માટે રચાયેલી કમિટીએ પણ આવું જ સૂચન કર્યું છે. તેમજ એવી પણ ચર્ચા છે કે પાર્ટી હાઈકમાન્ડ કેપ્ટન અમરિંદર સિંહથી નારાજ છે.

આ પણ વાંચો : PM Modi આવશે ગુજરાતના પ્રવાસે, કરી શકે છે આ બે મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ

આ પણ વાંચો :  ભારતીયો માટે ખુશખબર, જર્મનીએ પ્રવાસ પ્રતિબંધ દૂર કરી ખોલ્યા દ્વાર

Published On - 8:21 pm, Tue, 6 July 21

Next Article