Monsoon Session 2021: ચોમાસુ સત્ર પહેલા બેઠકોનો સિલસિલો યથાવત, કોંગ્રેસના સાંસદો સાથે સોનિયા ગાંધી કરશે મુલાકાત

|

Jul 18, 2021 | 12:27 PM

ચોમાસુ સત્ર અગાઉ જ નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આજે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસના સાંસદો સાથે બેઠક કરશે.આ સત્ર મુખ્યત્વે 19 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીનું રહેશે.

Monsoon Session 2021: ચોમાસુ સત્ર પહેલા બેઠકોનો સિલસિલો યથાવત, કોંગ્રેસના સાંસદો સાથે સોનિયા ગાંધી કરશે મુલાકાત
Ahead of Monsoon session, Sonia Gandhi to hold meeting with Congress MPs

Follow us on

ચોમાસું સત્ર (Monsoon Session) આવતીકાલ 19 જુલાઈથી (July) શરૂ થવાનું છે. ચોમાસુ સત્ર શરૂ થાય એ પહેલા જ નેતાઓની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ચોમાસુ સત્રને લઈને કોંગ્રેસ પક્ષ પણ એક્શનમાં જોવા મળી રહ્યો છે.  આ ચોમાસુ સત્રમાં સાંસદોએ કોરોના પ્રોટોકોલનું સખ્ત પાલન કરવાનું રહેશે.આ સત્ર મુખ્યત્વે 19 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીનું રહેશે.

ચોમાસું સત્ર પહેલા સોનિયા ગાંધી પાર્ટીના સાંસદો સાથે કરશે બેઠક

સંસદના ચોમાસું સત્ર પહેલા આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) પાર્ટીના લોકસભાનાં સાંસદો સાથે મહત્વની બેઠક કરશે.અહેવાલોનું માનીએ તો આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના (Video Conference) માધ્યમથી યોજાશે. ચોમાસું સત્રમાં કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલમાં થયેલ ભાવવધારો, કોરોના કાળમાં વ્યવસ્થાનો અભાવ અને વેક્સિનની અછત જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

જ્યારે બીજી તરફ, ભાજપ દ્વારા પણ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન (Central Minister) પ્રહલાદ જોશી દ્વારા બોલાવાયેલી  બેઠકમાં અધિકારીઓ અને PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી સંભાવના છે. મહત્વનું છે કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ આજે ફ્લોર નેતાઓની સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

લોકસભામાં 17 બીલ રજૂ થવાની સંભાવના

ચોમાસુ સત્રમાં મુખ્યત્વે લોકસભામાં રજૂઆત માટે લગભગ 17 બિલ રજુ થાય તેવી સંભાવના છે. અને આ તમામ બિલ રાજ્યસભામાં રજૂ થવાની પણ સંભાવના છે. જ્યારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ (Prahalad Joshi)વિવિધ પક્ષોના પ્રતિનિધિઓની બેઠકમાં માહિતી આપી હતી કે, સરકારે અધિવેશનના 29 ખરડાને ગૃહમાં રજુ કરવાની વિચારણા હેઠળ છે.

આ પણ વાંચો : Karnataka : પૂર્વ સાંસદ જી. મેડગૌડાનું સારવાર દરમિયાન નિધન, CM યેદીયુરપ્પાએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો : Mumbai : માયાનગરીમાં આસમાની આફત,ભારે વરસાદને કારણે ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનામાં 15 લોકોનાં મોત

 

Next Article