મોદીને ટક્કર આપવા પ્રિયંકા ગાંધી બાદ હવે કોંગ્રેસ વધુ એક મહિલાને મેદાનમાં ઉતારવાની કરી રહ્યું છે તૈયારી, જાણો કોણ છે આ મહિલા

મોદીને ટક્કર આપવા પ્રિયંકા ગાંધી બાદ હવે કોંગ્રેસ વધુ એક મહિલાને મેદાનમાં ઉતારવાની કરી રહ્યું છે તૈયારી, જાણો કોણ છે આ મહિલા

તાજેતરમાં જ પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથો સાથ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મધ્ય પ્રદેશમાં મહત્વની જવાબદારી સોંપાઈ. પરંતુ હવે જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્નીને પણ સક્રિય રાજનીતિમાં લાવવાની માંગણી ઉઠી રહી છે. શા માટે થઈ શકે છે પસંદગી ?  કોંગ્રેસ હવે જાણે મહિલા સશક્તિકરણના પગલાં પર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું […]

Parth_Solanki

|

Feb 06, 2019 | 11:28 AM

તાજેતરમાં જ પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથો સાથ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મધ્ય પ્રદેશમાં મહત્વની જવાબદારી સોંપાઈ. પરંતુ હવે જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્નીને પણ સક્રિય રાજનીતિમાં લાવવાની માંગણી ઉઠી રહી છે.

શા માટે થઈ શકે છે પસંદગી ? 

કોંગ્રેસ હવે જાણે મહિલા સશક્તિકરણના પગલાં પર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ગાંધી પરિવારની પુત્રી પ્રિયંકા ગાંધીને દેશના સૌથી મોટાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે વધુ એક રાજકીય પરિવારની મહિલાને કોંગ્રેસમાં સમાવવા જઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્યપ્રદેશની મહત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છે.

જે સાથે મધ્યપ્રદેશમાં સિંધિયા પરિવારને રાજકીય રીતે મજબૂત કરવાની પણ કવાયત ઝડપી બની રહી છે. મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્નસિંહ તોમરે માંગ કરી છે કે, જેવી રીતે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે, એવી જ રીતે મધ્ય પ્રદેશમાં પ્રિયદર્શની રાજેને જવાબદારી સોંપવામાં આવે. જો આમ થશે તો કોંગ્રેસને આગામી ચૂંટણીમાં ખૂબ ફાયદો થશે.

જ્યોતિરાદિત્ય સિંધાય ક્યાંથી લડશે ? 

લોકસભાની ચૂંટણી નજીક આવતાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જ્યોતિરાદિત્ય આ વખતે ગ્વાલિયરથી લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. કદાચ એટલે જ કોંગ્રેસના નેતાઓ ઈચ્છી રહ્યા છે કે આ બેઠક પરથી જ્યોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શની ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે. જોકે, આ અંગે સિંધિયા પરિવાર તરફથી કોઈ જ અધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.

[yop_poll id=1142]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati