દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં CR પાટીલની ભાજપ આગેવાનોને ટકોર, ‘પેજ-કમિટીની જલ્દી જ રચના કરવામાં આવે’
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ,શિવસેના, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતને જીતાડવા ભાજપે આકાશ પાતાળ એક કર્યા છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સેલવાસની મુલાકાતે આવ્યા હતા. સાથે જ અને ભાજપના અગ્રેણીઓ છેલ્લા ઘણા દિવસોથી સેલવાસમાં પ્રચાર કરી રહ્યા છે. સી.આર.પાટીલે મુલાકત લઈ યોગ્ય સુચનો આપ્યા હતા. મહારાષ્ટ્રીયન સમાજના સમેલનને સંબોધન પણ કર્યું હતું. ચૂંટણી જીતવા માટે ભાજપ પેજ કમિટિ બનાવે છે પરંતુ સંઘ પ્રદેશમાં દાદરા નગર હવેલીમાં પેજ કમિટિનું અસ્તિત્વ નથી. તે અંગે સી.આર.પાટીલે દાદરા નગર હવેલી ભાજપના આગેવાનોને ટકોર કરી હતી.
જણાવી દઈએ કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ,શિવસેના, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જોકે ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓએ સેલવાસમાં ધામા નાખ્યા છે. ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓ સેલવાસમાં સૌ-પ્રથમ એક મહારાષ્ટ્રીયન સમાજના સંમેલનને સંબોધન કર્યું હતું. સંમેલનને સંબોધતા પાટીલે અનેક મુદ્દે શિવસેના પર પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad: નગરસેવકોની સમાજ સેવા, AMCના કોર્પોરેટરો હવે આ અનોખી રીતે ઉજવાશે પોતાનો જન્મદિવસ
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહોંચશે માણસા, પરિવાર પહોંચ્યો બહુચર માતાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં