Ahmedabad: નગરસેવકોની સમાજ સેવા, AMCના કોર્પોરેટરો હવે આ અનોખી રીતે ઉજવાશે પોતાનો જન્મદિવસ

Ahmedabad: નગરસેવકોની સમાજ સેવા, AMCના કોર્પોરેટરો હવે આ અનોખી રીતે ઉજવાશે પોતાનો જન્મદિવસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:59 AM

AMC એ દરેક કાઉન્સિલરને પત્ર લખી નવી પહેલ શરુ કરવા જાણ કરવામાં આવી છે. જેમાં દરેક નગરસેવક પોતાના જીવનના સારા પ્રસંગોની ઉજવણી કુપોષિત બાળકો સાથે કરશે.

AMC ના કાઉન્સિલરો હવે કુપોષિત બાળકોના વ્હારે આવ્યા છે. અમદાવાદ નગરસેવકોએ સમાજ સેવાનો મોટો નિર્ણય કર્યો છે. જે અનુસાર હવે કાઉન્સિલરો પોતાનો જન્મદિન અનોખી રીતે ઉજવશે. જી હા નગરસેવકો પોતાનો જન્મ દિવસ કુપોષિત અને ગરીબ પરિવારના બાળકો સાથે ઉજવશે. એક તરફ પ્રધાનમંત્રી મોદીનું કુપોષણ મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ નિર્ણય અભિયાનને વેગ આપશે. સારા કાર્ય અને દેશમાંથી કુપોષણ નાબૂદ કરવાના અભિયાનને વેગ મળે તે માટે AMCના કોર્પોરેટરોએ આ અનોખો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લેવા પાછળનો હેતુ બાળકોમાંથી કુપોષણ દૂર કરીને તેઓનો પૌષ્ટિક આહાર મળી રહે તેવો છે.

જણાવી દઈએ કે માત્ર જન્મદિવસ જ નહીં પરંતુ અન્ય સારા પ્રસંગોની પણ આ રીતે ઉજવણી કરવામાં આવશે. આ બાબતે દરેક કાઉન્સિલરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં આંગણવાડીના કુપોષિત બાળકો સાથે જીવનના સારા પ્રસંગો ઉજવી આ સમસ્યાના નિવારણ માટેની આ પહેલ અંગે જણાવવામાં આવ્યું છે. આ અંતરગત લગ્ન તિથી, જન્મદિવસ, ઘરમાં કોઈનો જન્મદિવસ જેવા દરેક પ્રસંગને આવા બાળકો સાથે ઉજવીને ભારતને મજબુત બનાવવાનું કાર્ય કરશે.

 

આ પણ વાંચો: PM Modi Kushinagar Visit: CM યોગીએ કહ્યું, ‘અહીથી ફેલાશે ભગવાન બુદ્ધનો સંદેશ, શરૂ થશે વિકાસની ઉડાન’

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહોંચશે માણસા, પરિવાર પહોંચ્યો બહુચર માતાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં

g clip-path="url(#clip0_868_265)">