જે કૃષિ બિલને લઈને ખેડૂતો હંગામો કરે છે, તેને લઈને IMF તરફથી આવ્યું મોટું નિવેદન

IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનું માનવું છે કે નવા કૃષિ કાયદાને લઈને એગ્રીકલ્ચર સેક્ટરમાં ખાસ્સા સુધારા થશે. જો કે તે પ્રક્રિયામાં જે લોકોની નોકરીઓ જશે તેમના માટે કંઈક અલગ વ્યવસ્થાની જરૂરત બતાવી.

જે કૃષિ બિલને લઈને ખેડૂતો હંગામો કરે છે, તેને લઈને IMF તરફથી આવ્યું મોટું નિવેદન
Hardik Bhatt

| Edited By: Kunjan Shukal

Jan 15, 2021 | 7:40 PM

IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનું માનવું છે કે નવા કૃષિ કાયદાને લઈને એગ્રીકલ્ચર સેક્ટરમાં ખાસ્સા સુધારા થશે. જો કે તે પ્રક્રિયામાં જે લોકોની નોકરીઓ જશે તેમના માટે કંઈક અલગ વ્યવસ્થાની જરૂરત બતાવી. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માને છે કે ભારતમાં કૃષિ સુધારણા આગળ વધારવા માટે ‘ત્રણ તાજેતરના કાયદા’ એ એક મહત્વપૂર્ણ પગલું છે. જો કે આઈએમએફએ વધુમાં ઉમેર્યું હતું કે નવી સિસ્ટમ અપનાવવાની પ્રક્રિયા દરમિયાન પ્રતિકૂળ અસરો ભોગવતા લોકોને સુરક્ષિત રાખવા માટે સામાજિક સુરક્ષાનું સંચાલન જરૂરી છે. આઈએમએફના કમ્યુનિકેશન્સ ડિરેક્ટર (પ્રવક્તા) ગેરી રાઈસે કહ્યું કે નવા કાયદા વચેટીયાઓની ભૂમિકા ઘટાડશે અને કાર્યક્ષમતામાં વધારો કરશે.

ગુરુવારે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, “અમારું માનવું છે કે આ ત્રણ કાયદા ભારતમાં કૃષિ સુધારણાની પ્રગતિનું પ્રતિનિધિત્વ કરવાની સંભાવના ધરાવે છે.” રાઈસે કહ્યું, “કાયદો ખેડૂતોને ખરીદદારો સાથે સીધો જોડાણ કરવાની મંજૂરી આપે છે. તમને તક આપશે આ વચેટીયાઓની ભૂમિકા ઘટાડશે, કાર્યક્ષમતામાં વધારો કરશે, જે ખેડૂતોને તેમના ઉપજ માટે વધુ સારી કિંમત મેળવવામાં મદદ કરશે અને આખરે ગ્રામીણ ક્ષેત્રની વૃદ્ધિ તરફ દોરી જશે.’

નોકરી કરનારા લોકો માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ

તેમણે કહ્યું કે જે લોકોની નોકરીઓ આ પ્રક્રિયામાંથી જવાની છે તેમના માટે કેટલીક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેઓની જોબ માર્કેટમાં જળવાઈ રહે.” રાઈસે કહ્યું કે, અલબત્ત આ સુધારાના ફાયદા તેમના અમલીકરણની અસરકારકતા અને સમય પર આધારિત છે. તેથી, સુધારણાની સાથે આ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

દિલ્હી સરહદ પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ

નોંધનીય છે કે હજારો ખેડૂતો તાજેતરમાં પસાર થયેલા આ ત્રણ કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે એ કાયદા ન્યૂનતમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) સિસ્ટમ નાબૂદ કરશે અને ખેડૂતોને કોર્પોરેટ ખેતી તરફ ધકેલી દેશે. જો કે સરકાર આ કાયદાઓને મોટા કૃષિ સુધારા તરીકે રજૂ કરી રહી છે.

આ પણ વાંચો: Army Day Parade 2021: પ્રથમ વખત દર્શાવવામાં આવ્યું કે ડ્રોન એક સાથે કેવી રીતે હુમલો કરી શકે છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati