Breaking News: યુદ્ધનો ડર કે સત્તા ગુમાવવાનો ફફડાટ ? આ 4 મોટા કારણ, જે અરબ દેશોને ઈરાન પર પલટવાર કરતા રોકી રહ્યા છે

ઈરાને લગભગ તમામ 8-10 અરબ દેશ પર હુમલો કર્યો છે પરંતુ હજુ સુધી આ 8 થી 10 અરબ દેશોએ વળતો પ્રહાર કર્યો નથી. આખરે અરબ દેશોને ઈરાન પર પલટવાર કરતા કયા 4 મોટા કારણ રોકી રહ્યા છે?

| Updated on: Mar 03, 2026 | 7:05 PM
1 / 6
ઈરાને લગભગ તમામ 8-10 અરબ દેશ પર હુમલો કર્યો છે પરંતુ હજુ સુધી અરબ દેશોએ વળતો પ્રહાર કર્યો નથી. હકીકત એ છે કે, અરબ દેશો પાસે વિશ્વની શ્રેષ્ઠ વાયુસેના (Air Force) છે. યુએઈ (UAE) પછી સાઉદી અરેબિયા પાસે સૌથી આધુનિક અને શક્તિશાળી વાયુસેના છે. ઓમાન, કતર અને કુવૈત જેવા દેશો પાસે તો અમેરિકાના મોટા સૈન્ય મથકો (Air Bases) પણ છે. આવું હોવા છતાં પણ ઈરાન તેમના પર કેમ દબાણ બનાવી રહ્યું છે? આખરે આ અરબ દેશો વળતો જવાબ કેમ નથી આપી રહ્યા?

2 / 6
રસપ્રદ વાત એ છે કે, ઓમાને જ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો કરાવી હતી. બીજી તરફ, કતરે પણ ઈરાનને ઘણી મદદ કરી છે. એવામાં સવાલ એ ઊભો થાય છે કે, આ શક્તિશાળી અરબ દેશોને આખરે કઈ વાતનો ડર છે? એવી કઈ વસ્તુ છે કે, જે તેમને ઈરાન પર વળતો હુમલો કરતા રોકી રહી છે?

3 / 6
પહેલો ડર: આ તમામ અરબ દેશો, જેમ કે સાઉદી અરેબિયા, યુએઈ (UAE), કતર, ઓમાન, બહેરીન અને કુવૈત વગેરેમાં રાજશાહી (Monarchy) છે, લોકશાહી (Democracy) નથી. આનો અર્થ એ છે કે, ત્યાં શાસનની સંપૂર્ણ સત્તા કોઈ એક વ્યક્તિ એટલે કે 'રાજા'ના હાથમાં છે. આ શાસકોને સૌથી મોટો ડર એ છે કે, જો તેઓ ઈરાન પર હુમલો કરશે, તો ઈરાન સીધું જ આ રાજાઓના મહેલોને નિશાન બનાવી શકે છે. તેમને ડર છે કે, ઈરાનના મિસાઈલ હુમલા તેમના મહેલો અને તેમના અસ્તિત્વને ખતમ કરી શકે છે, જેનાથી તેમનું વર્ષો જૂનું શાસન હંમેશ માટે ભૂંસાઈ શકે છે.

4 / 6
બીજો ડર: આમાં બીજું સૌથી મોટું કારણ એ છે કે, આ દેશોમાં લોકશાહી નથી પરંતુ માત્ર રાજશાહી છે. આવી સ્થિતિમાં, જો આ દેશો શિયા મુસ્લિમ દેશ ઈરાન પર હુમલો કરે છે, તો તેમના પોતાના જ દેશની મુસ્લિમ જનતા આ વળતી કાર્યવાહીને અમેરિકા અને યહૂદી દેશ ઈઝરાયેલના સમર્થન તરીકે જોશે. આ રાજાઓને ડર છે કે, તેનાથી વર્ષ 2011માં થયેલી 'અરબ સ્પ્રિંગ' જેવી સ્થિતિ ફરી પેદા થઈ શકે છે. ટૂંકમાં, જનતા પોતાના જ મુસ્લિમ રાજાઓ વિરુદ્ધ રસ્તા પર ઉતરી શકે છે અને બગાવત કરી શકે છે, જેનાથી તેમની સત્તા અને રાજશાહી સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે.

5 / 6
ત્રીજો ડર: યુએઈ (UAE) અને સાઉદી અરેબિયા પાસે પોતાની ખૂબ જ શક્તિશાળી અને આધુનિક સેના છે પરંતુ ઓમાન, કતર, બહેરીન તેમજ કુવૈત જેવા દેશોની સ્થિતિ અલગ છે. આ દેશોની સેનાઓ ખૂબ જ નાની છે અને ઈરાની સેનાની વિશાળ તાકાત સામે અત્યંત નબળી છે. આવી સ્થિતિમાં, આ નાના અરબ દેશોને ડર છે કે, જો તેઓ ઈરાન પર કોઈ વળતો હુમલો કરશે, તો ઈરાન પોતાની વિશાળ સૈન્ય શક્તિ અને મિસાઈલ ક્ષમતાથી તેમને સંપૂર્ણપણે તબાહ કરી શકે છે. ઈરાનનો એક મોટો હુમલો આ નાના દેશોની સુરક્ષા વ્યવસ્થાને પાયમાલ કરવાની તાકાત ધરાવે છે.

6 / 6
ચોથો ડર: છેલ્લા 15-20 વર્ષોમાં યુએઈ (UAE), સાઉદી અરેબિયા, ઓમાન, બહેરીન, કતર અને કુવૈત જેવા અરબ દેશોએ પોતાની અર્થવ્યવસ્થાને માત્ર તેલ પર નિર્ભર ન રાખતા પ્રવાસન (ટુરિઝમ) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં જબરદસ્ત પ્રગતિ કરી છે. આજે દુબઈ વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિશન એરપોર્ટ બની ગયું છે, જ્યાં દુનિયાભરના મુસાફરોની સૌથી વધુ ભીડ રહે છે. આ ઉપરાંત, બુર્જ ખલિફા જેવી ગગનચુંબી ઈમારતો ઊભી કરવામાં આવી છે, જે દર મહિને કરોડો પ્રવાસીઓને આકર્ષે છે. બસ આ જ કારણ છે કે, આજે યુએઈનું ટુરિઝમ અને ફાઈનાન્શિયલ સેક્ટર તેની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ (backbone) બની ગયું છે.

Published On - 7:04 pm, Tue, 3 March 26