
નિયમનકારી મંજૂરી બાદ, ઈન્ડેફ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના ઈક્વિટી શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સૂચિબદ્ધ થશે, જે રોકાણકારોને મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં સીધું રોકાણ કરવાની તક પૂરી પાડશે. Demerger ને કારણે આ કંપની તેના રોકાણકારોને 1 શેરની સામે 1 શેર આપશે.

આ Demergerથી હર્ક્યુલસ હોઇસ્ટ લિમિટેડને તેના વ્યવસાયને વધુ કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં મદદ મળી છે અને ઈન્ડેફ મેન્યુફેક્ચરિંગ લિમિટેડને તેના ઉત્પાદન પોર્ટફોલિયો અને બજારને વિસ્તૃત કરવામાં મદદ મળી છે. આમ, NCLTની મંજૂરી પછી, આ વિભાગને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 5:46 pm, Wed, 4 September 24