ટ્રમ્પના કારણે તેજી ! સેન્સેક્સ 901 અને નિફ્ટી 270 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે થયા બંધ, આ શેરોમાં જોવા મળ્યો જોરદાર ઉછાળો

|

Nov 06, 2024 | 5:46 PM

અમેરિકી ચૂંટણીમાં ટ્રમ્પની જીત પાક્કી થતા જ બજારનો ઉછાળો પણ વધ્યો અને અંતે સેન્સેક્સ 901.50 પોઈન્ટના વધારા સાથે 80,378.13 પોઈન્ટ અને નિફ્ટી 50 પણ 270.75 પોઈન્ટના વધારા સાથે 24,484.05 પોઈન્ટ પર બંધ થયો હતો.

1 / 7
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સ્પષ્ટ અસર આજે એટલે કે 06 નવેમ્બરના રોજ ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. શેરબજાર મંગળવારે મોટા ઉછાળા સાથે બંધ થયું હતું અને આજે એટલે કે બુધવારે સારા ઉછાળા સાથે ખુલ્યું હતું.

2 / 7
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત પાક્કી બનતા જ બજારનો ઉછાળો પણ વધ્યો અને અંતે સેન્સેક્સ 901.50 પોઈન્ટના વધારા સાથે 80,378.13 પોઈન્ટ અને નિફ્ટી 50 પણ 270.75 પોઈન્ટના વધારા સાથે 24,484.05 પોઈન્ટ પર બંધ થયો. બુધવારે સૌથી વધુ ઉછાળો આઈટી સેક્ટરના શેરમાં જોવા મળ્યો હતો.

3 / 7
 આજે સેન્સેક્સની 30માંથી 25 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 5 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે, નિફ્ટી 50ની 50 કંપનીઓમાંથી 41 કંપનીઓના શેર્સ લીલા નિશાનમાં અને બાકીની 9 કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે બંધ થયા હતા. બુધવારે આઇટી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

4 / 7
સેન્સેક્સ કંપનીઓમાં TCSના શેરમાં આજે સૌથી વધુ 4.21 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઈન્ફોસીસના શેર 4.06 ટકા, ટેક મહિન્દ્રા 3.85 ટકા, એચસીએલ ટેક 3.71 ટકા, અદાણી પોર્ટ્સ 3.21 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.97 ટકા, મારુતિ સુઝુકી 1.62 ટકા, સન ફાર્મા 1.55 ટકા, રિલાયન્સ 1.50 ટકા, એનટીપીસીનો શેર 1.43 ટકા, ભારતી એરટેલ 1.26 ટકા વધીને બંધ રહ્યો હતો.

5 / 7
આ સિવાય બજાજ ફિનસર્વ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી અને પાવર ગ્રીડના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો.

6 / 7
આજે, નબળા નાણાકીય પરિણામોને કારણે, ટાઇટનના શેરમાં મહત્તમ 1.72 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડસઇન્ડ બેન્ક 1.14 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.79 ટકા, એક્સિસ બેન્ક 0.35 ટકા અને એચડીએફસી બેન્ક 0.22 ટકા ઘટ્યા હતા.

7 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Published On - 5:41 pm, Wed, 6 November 24

Next Photo Gallery