Rakshabandhan 2022: સરહદ પર તૈનાત જવાનોને સ્કૂલની વિદ્યાર્થીનીઓએ બાંધી રાખડી, જુઓ તસ્વીરો
Rakshabandhan 2022: 11 ઓગસ્ટ ગુરુવારે દેશભરમાં રક્ષાબંધન મનાવવામાં આવશે, પરંતુ BSF જવાનોને એક દિવસ પહેલા જ આ તહેવાર મનાવવાનો મોકો મળ્યો.

- પંજાબમાં (Punjab) અટારી-વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો માટે બુધવાર ખાસ દિવસ હતો કારણ કે આજે કેટલીક સ્કૂલની વિદ્યાર્થિનીઓએ તેમને રાખડી બાંધી હતી.
- જો કે 11 ઓગસ્ટ ગુરુવારે દેશભરમાં રક્ષાબંધન મનાવવામાં આવશે, પરંતુ BSF જવાનોને એક દિવસ પહેલા જ આ તહેવાર મનાવવાનો મોકો મળ્યો.
- ઘણીવાર એવું જોવા મળે છે કે રક્ષાબંધન પહેલા સેનાના જવાનો છોકરી પાસે રાખડી બંધાવે છે. આ પ્રસંગે તમામ સૈનિકો તેમને ભેટ કે પૈસા આપીને ખુશીથી વિદાય આપે છે.
- રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરે છે અને સાથે જ તેને સારી ભેટ પણ આપે છે.
- આ વર્ષે રક્ષાબંધનની તારીખને લઈને શંકાની સ્થિતિ છે. કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે 11મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે, જ્યારે કેટલાક પંડિતોનું માનવું છે કે આ તહેવાર 12મી ઓગસ્ટે ઉજવવો યોગ્ય રહેશે.




