ટાટા ટેક્નોલોજીસ લિમિટેડે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં તેની સંકલિત ઓપરેટિંગ આવક 1,268.97 કરોડ રૂપિયા રહી હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 1,257.53 કરોડ રૂપિયા હતી. કંપનીએ જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં તેનો કુલ ખર્ચ વધીને 1,072.33 કરોડ રૂપિયા થયો છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 1,035.42 કરોડ રૂપિયા હતો.