
પીએમ મોદીએ રાજકીય અસ્થિરતાના સમયમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે 21મી સદીને ભારતની સદી બનાવવા માટે તેમની એનડીએ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓએ દેશને નવી દિશા અને નવી ગતિ આપી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ અટલ મેમોરિયલ જઈને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અટલ મેમોરિયલ ગયા હતા અને વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.

એનડીએના સંયોજક અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડૂએ પણ રાજઘાટ સ્થિત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળે જઈને વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પી હતી.