કાનુની સવાલ : શું મૃત વ્યક્તિના ATM માંથી પૈસા ઉપાડવા બદલ જેલ થઈ શકે ? બેંકના નિયમો જાણો

મૃત વ્યક્તિના બેંક ખાતું કે એટીએમમાંથી પૈસા નીકાળવા ભારે પડી શકે છે. જાણો નોમિની અને ઉત્તરાધિકારી માટે આરબીઆઈ અને બેંકના કડક નિયમો જાણો

| Edited By: | Updated on: Jun 01, 2026 | 7:03 AM
1 / 9
 સામાન્ય રીતે પરિવારમાં માતા-પિતા કે ઘરના વડીલો પોતાના બાળકોને પોતાનું એટીએમ કાર્ડ અને પીન નંબર આપી દે છે. જેનાથી જરુર પડતી વખતે પૈસા કાઢી શકે. જીવતા તો આ પ્રકિયા ખુબ સામાન્ય લાગે છે પરંતુ શું તમે જાણો છો કે, પરિવારના કોઈ લોકોનું નિધન થયા બાદ તેનું એટીએમ કાર્ડ કે યુપીઆઈમાંથી પૈસા કાઢવાથી તમે જેલમાં પણ જઈ શકો છો.

2 / 9
ભલે તમે તે ખાતાના નોમિની છો કાનુની ઉત્તરાધિકારી કેમ ના હોય. બેંકને જાણ કર્યા વગર પૈસા કાઢવા કાયદેસર ગુનો માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મામલે બેંક અને કાનુના નિયમો શું કહે છે.

3 / 9
નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિના નિધન પછી તેનું બેંક ખાતું કાનુની રુપે નિષ્ક્રિય માનવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુની સાથે તેનું ડેબિટ કાર્ડ કે ઈન્ટરનેટ બેકિંગનો ઉપયોગ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય છે. આ માટે આ ખાતામાંથી કોઈ પણ પ્રકારની ડિજિટલ લેવડ-દેવડ કરી ગેરકાયદેસર છે.

4 / 9
મોટાભાગના લોકોને લાગે છે કે, ખાતામાં તેનું નામ નોમિની તરીકે નોંધાયેલું છે. પછી તે એટીએમ કાર્ડમાંથી પૈસા કાઢી શકે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટું છે. નોમિની હોવા છતાં તમારે પહેલા બેંકને વ્યક્તિના નિધનની અધિકારિક સુચના અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. આ પ્રકિયા વગર સીધા પૈસા કાઢવા છેતરપિંડીની શ્રેણીમાં આવે છે.

5 / 9
બેંકનો આ કડક નિયમ એટલા માટે લાગુ કરે છે. જેનાથી મૃત વ્યક્તિના પૈસા સુરક્ષિત રહે. એવું પણ બની શકે છે કે, મૃત વ્યક્તિના કાનુની વારસદાર વધારે હોય. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ બધા પૈસા કાઢી લે છે. તો અન્ય વારસદારના હકનું હનન હોય છે. બેંક તમામ ઉત્તરાધિકારીઓના દાવાની તપાસ કર્યા બાદ જ પૈસા રિલીઝ કરે છે.

6 / 9
કોઈ વ્યક્તિ બેંકને જાણકારી આપ્યા વગર કોઈ મૃત વ્યક્તિના ખાતામાંથી પૈસા કાઢે છે અને ત્યારબાદ પરિવારના કોઈ બીજા સભ્ય બેંક આધારિત આપત્તિ વ્યક્ત કરે છે. તો કાનુની કાર્યવાહી થઈ શકે છે.

7 / 9
આ મામલે પૈસા નીકાળનાર વ્યક્તિ પર છેતરપિંડી, ચોરીના આરોપમાં એફઆઈઆર નોંધાય શકે છે. જેના હેઠળ જેલની સજા અને મોટો દંડ પણ થઈ શકે છે.

8 / 9
 જો તમારા પરિવારમાં પણ કોઈનું નિધાન થયું છે. તો સૌથી પહેલા બેંકમાં જઈ તેની લેખિતમાં જાણકારી આપો. ત્યારબાદ બેંકમાંથી ક્લેમ ફોર્મ લો, મૃત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ, પોતાનું આઈડી પ્રુફ અને નોમિની હોવાના પુરાવા જમા કરવા. બેંક તમારા તમામ ડોક્યુમેન્ટને વેરીફાય કરશે. થોડા જ દિવસોમાં પૈસા કાનુની રુપે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.

9 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva  )

Follow Us