Breaking News: યુદ્ધની આગ અને બિઝનેસ સામ્રાજ્ય પર ‘તોળાતું સંકટ’, ઈરાન-ઈઝરાયેલ તણાવ આ 10 ધનિક ભારતીય ઉદ્યોગપતિઓનું ગણિત બગાડશે

ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધુ ઘેરી બની છે. આ તણાવની અસર યુએઈ (UAE) માં મોટો વ્યવસાય કરતા ભારતીય ઉદ્યોગપતિઓ પર પણ પડી રહી છે. રિટેલ, રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટર સાથે જોડાયેલા દિગ્ગજોના બિઝનેસ પર જોખમ મંડરાઈ રહ્યું છે.

| Updated on: Mar 03, 2026 | 4:46 PM
1 / 11
ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવે સમગ્ર મધ્ય પૂર્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું છે. હવાઈ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને બંધ કરવાનો દાવો કર્યો છે. આ એ જ દરિયાઈ માર્ગ છે કે, જ્યાંથી વિશ્વનો મોટો તેલ પુરવઠો પસાર થાય છે. UAE જેવા દેશોની અર્થવ્યવસ્થા ટ્રેડ, રિટેલ, રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને એજ્યુકેશન પર ટકેલી છે. આવી સ્થિતિમાં ત્યાં મોટાપાયે વેપાર કરતા ભારતીય મૂળના અબજોપતિઓના બિઝનેસ પર પણ દબાણ આવી શકે છે.

2 / 11
એમ.એ. યુસુફ અલી લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમનું ગ્રુપ અબુ ધાબી હેડક્વાર્ટરથી રિટેલ બિઝનેસ ચલાવે છે. લુલુ હાઇપરમાર્કેટ અને શોપિંગ મોલની ચેન આખા ખાડી દેશોમાં (Gulf region) ફેલાયેલી છે. વર્ષ 2025 માં ફોર્બ્સે તેમને વિશ્વના 100 સૌથી ધનિક બિઝનેસમેનની યાદીમાં જોડાયેલા હતા. રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ 7.4 અબજ ડોલર છે. તેમને “મિડિલ ઈસ્ટ રિટેલ કિંગ” પણ કહેવામાં આવે છે. જો યુદ્ધને કારણે સપ્લાય ચેઈન, ઈમ્પોર્ટ અને ગ્રાહકોની અવરજવર પ્રભાવિત થાય તો રિટેલ સેક્ટર પર દબાણ વધી શકે છે.

3 / 11
મોહન વાલરાણી અલ શિરાવી ગ્રુપ (Al Shirawi Group) ના વરિષ્ઠ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ ગ્રુપ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટરમાં કામ કરે છે. તેમની નેટવર્થ સાર્વજનિક રીતે જાહેર કરાઈ નથી પરંતુ UAE માં ભારતીય ઉદ્યોગપતિઓની ટોપ લિસ્ટમાં તેમનું નામ રહે છે. ઔદ્યોગિક અને સપ્લાય સેક્ટર પર યુદ્ધની અસર પડી શકે છે.

4 / 11
રાજેન કિલાચંદ ડોડસલ ગ્રુપ (Dodsal Group) ના ચેરમેન અને પ્રેસિડેન્ટ છે. આ કંપની એન્જિનિયરિંગ, માઇનિંગ, ટ્રેડિંગ અને હોસ્પિટાલિટીમાં કામ કરે છે. જો કે, તેમની ચોક્કસ નેટવર્થ જાહેર કરવામાં આવી નથી પરંતુ તેમને આરબ જગતના અગ્રણી ભારતીય બિઝનેસ લીડર્સમાં ગણવામાં આવે છે. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સંકટની અસર પડી શકે છે.

5 / 11
સૈયદ મોહમ્મદ સલાહુદ્દીન ETA Ascon & Star Group ના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપની રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગમાં સક્રિય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઘણીવાર સરકારી અને ખાનગી રોકાણ પર નિર્ભર હોય છે, તેથી પ્રાદેશિક સંકટથી નવા પ્રોજેક્ટ્સ પ્રભાવિત થઈ શકે છે.

6 / 11
મુંબઈમાં જન્મેલા રિઝવાન સાજન ડાન્યુબ ગ્રુપ (Danube Group) ના ચેરમેન છે. રિયલ એસ્ટેટ અને બિલ્ડિંગ મટિરિયલમાં તેમનો મોટો વ્યવસાય છે. ફોર્બ્સ મુજબ, તેમની નેટવર્થ આશરે 2.5 અબજ ડોલર છે. પ્રોપર્ટી માર્કેટમાં અનિશ્ચિતતા આવવાથી માંગ પ્રભાવિત થઈ શકે છે.

7 / 11
ડો. આઝાદ મૂપેન એસ્ટર DM હેલ્થકેરના સ્થાપક છે. તેમનું હેલ્થકેર નેટવર્ક મધ્ય પૂર્વ અને ભારતમાં ફેલાયેલું છે. વર્ષ 2024-25ના અંદાજ મુજબ તેમની નેટવર્થ આશરે 1 અબજ ડોલર છે. હેલ્થ સેક્ટર આવશ્યક સેવાઓમાં આવે છે પરંતુ પ્રાદેશિક તણાવથી ઓપરેશનલ ખર્ચ વધી શકે છે.

8 / 11
સની વર્કી GEMS એજ્યુકેશનના સ્થાપક છે. આ દુનિયાની સૌથી મોટી પ્રાઈવેટ K-12 સ્કૂલ ઓપરેટર કંપની માનવામાં આવે છે. વર્ષ 2025ની શરૂઆત સુધીમાં તેમની નેટવર્થ આશરે 3.8 થી 4 અબજ ડોલર આંકવામાં આવી છે. આ વિસ્તારમાં અસ્થિરતા થવા પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સ્કૂલ ઓપરેશન પર અસર પડી શકે છે.

9 / 11
પી.એન.સી. મેનન સોભા ગ્રુપના સ્થાપક છે. તેમનો રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન બિઝનેસ UAE, ઓમાન, બહેરીન અને ભારત સુધી ફેલાયેલો છે. ફોર્બ્સ અનુસાર એપ્રિલ 2024 સુધી તેમની નેટવર્થ 2.8 અબજ ડોલર રહી હતી. યુદ્ધની સ્થિતિમાં રિયલ એસ્ટેટમાં થતું રોકાણ અને નવા પ્રોજેક્ટ લોન્ચિંગ પ્રભાવિત થઈ શકે છે.

10 / 11
ડૉ. બી.આર. શેટ્ટી UAE એક્સચેન્જ અને NMC હેલ્થકેરના સ્થાપક છે. તેમનો વ્યવસાય બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અને હેલ્થકેર સાથે જોડાયેલો રહ્યો છે. વર્ષ 2019 માં ફોર્બ્સે તેમની નેટવર્થ 4.2 અબજ ડોલર જણાવી હતી. જો યુદ્ધને કારણે વિદેશી રોકાણ અને નાણાકીય વ્યવહારો પ્રભાવિત થાય, તો આ સેક્ટર પર પણ દબાણ વધી શકે છે.

11 / 11
મિક્કી જગતિયાની લેન્ડમાર્ક ગ્રુપના સ્થાપક હતા. તેમનું અવસાન મે 2023 માં થયું હતું. લેન્ડમાર્ક ગ્રુપના 24 દેશમાં 2,200 થી વધુ સ્ટોર્સ છે. વર્ષ 2023 માં ફોર્બ્સે તેમના અવસાન પહેલા તેમની કુલ નેટવર્થ અંદાજે 5.2 અબજ ડોલર જણાવી હતી. રિટેલ નેટવર્ક ઘણું મોટું હોવાને કારણે પ્રાદેશિક અસ્થિરતાની સીધી અસર આ પ્રકારના વ્યવસાય પર પડી શકે છે.