IPL 2025માં સૌથી વધુ રન કોણે બનાવ્યા? જાણો કયા ધમાકેદાર બેટ્સમેને જીતી ઓરેન્જ કેપ!

દુનિયાની સૌથી લોકપ્રિય T20 લીગ IPLમાં દરેક સિઝનમાં ઘણા બેટ્સમેન તેમના શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં રહે છે. વર્ષ 2025નું સિઝન પણ આથી અલગ નથી રહ્યું. આ સિઝનમાં ઘણા બેટ્સમેનોએ સતત રન બનાવ્યા અને તેમની ટીમને જીત મેળવી આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

| Edited By: | Updated on: Mar 17, 2026 | 1:31 PM
1 / 6
સાંઈ સુદર્શન: ગુજરાત ટાઇટન્સના યુવા બેટ્સમેન સાંઈ સુદર્શનને IPL 2025માં શાનદાર પ્રદર્શન માટે ઓરેન્જ કેપ મળી. તેણે 15 મેચોમાં 759 રન બનાવ્યા,  જેમાં તેની બેટિંગ એવરેજ 54.21 અને સ્ટ્રાઈક રેટ 156.17 રહી હતી. સાંઈ સુદર્શનને એક શતક અને છ અર્ધશતક લગાવ્યા. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેણે 88 ફોર અને 21 સિક્સ માર્યા અને પોતાની ટીમ માટે સૌથી વિશ્વસનીય બેટ્સમેન તરીકે સાબિત થયો.(Photo-Google)

2 / 6
સૂર્યકુમાર યાદવ: મુંબઈ ઈંડિયંસના આ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 16 મેચમાં 717 રન બનાવ્યા. જેમાં તેની બેટિંગ એવરેજ 65.18 અને તેની સ્ટ્રાઇક રેટ 167.91 ની રહી હતી. સૂર્યકુમાર યાદવે પૂરા સીજનમાં પાંચ અર્ધ શતક અને ઘણી મેચોમાં ટીમને મુશ્કિલ સ્થિતિમાંથી બહાર કાઢી છે.(Photo-Google)

3 / 6
વિરાટ કોહલી: વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 15 મેચમાં 657 રન બનાવ્યા. કોહલીની એવરેજ 54.75 અને કુલ 8 અર્ધ શતક બનાવ્યા. પરંતુ તે શતક ના લગાવી શક્યો., પણ તેની બેટિંગ પૂરા સીજનમાં સ્થિર રહી હતી.(Photo-MyKhel)

4 / 6
શુભમન ગિલ: ગુજરાત ટાઇટન્સના કપ્તાન શુભમન ગિલે 15 મેચોમાં 650 રન બનાવ્યા. તેણે છ અર્ધશતક લગાવ્યા અને તેની બેટિંગ એવરેજ 50.00 રહી. ગિલે આખી ટૂર્નામેન્ટ દરમિયાન આક્રમક અંદાજમાં બેટિંગ કરી 62 ફોર અને 24 સિક્સ લગાવી. (Photo-News18)

5 / 6
મિચેલ માર્શ: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ લક્નૌ સુપર જયન્ટ્સ માટે રમતા તેણે 13 મેચોમાં 627 રન બનાવ્યા. આ દરમ્યાન તેણે એક શતક અને છ અર્ધશતક લગાવ્યા. તેની સ્ટ્રાઈક રેટ 163.70 રહી, જે આ યાદીમાં સૌથી આક્રમક બેટિંગમાંની એક છે.(Photo-ABC)

6 / 6
IPL 2025માં આ બેટ્સમેનોએ તેમના શાનદાર પ્રદર્શનથી ફેન્સને ખુબ મનોરંજન આપ્યું. હવે તમામની નજરો આગામી સિઝન પર છે, કારણ કે IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થવા જ રહી છે. આવા સમયમાં જોવું રસપ્રદ રહેશે કે આવતા સિઝનમાં કયા બેટ્સમેન સૌથી વધુ રન બનાવી ઓરેન્જ કેપ પોતાના નામે કરશે.(Photo-Google)