Modhera Sun Temple : મુંબઈ તરફથી અથવા તો સુરત તરફથી આવતી ટ્રેનો જે મહેસાણા જાય છે. તેમાં તમે મોઢેરા જઈ શકો છો. આ ટ્રેન સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે.
દાદરથી બિકાનેરની ટ્રેન સુરત, ભરુચ, નડિયાદ, અમદાવાદથી પસાર થઈને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન દરેક દિવસે ચાલે છે. દાદરથી 12:35 વાગ્યે ઉપડે છે અને મહેસાણા 23:25 વાગ્યે પહોંચાડે છે.
તેમજ બાન્દ્રાથી ચંડીગઢ જતી ટ્રેન પણ તમને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન 12:00 વાગ્યે બાન્દ્રાથી ઉપડે છે અને મહેસાણા 20:35 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન સોમવારે અને ગુરુવારે દોડે છે.
જો તમારે સૌરાષ્ટ્ર તરફથી મહેસાણા જવું હોય તો જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.
મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધી અંદર જવા માટેનું અંતર 25 KM છે.
તમે પ્રાઈવેટ વાહન કરી શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધા કલાક જેટલો સમય લાગે છે.
Published On - 12:48 pm, Fri, 16 August 24