Railway News : કોચિંગ સિટી Kota માટે જવા શરુ થઈ છે આ નવી Train, સ્પેશિયલ ટ્રેન આ રુટ પર દોડશે, જુઓ સંપૂર્ણ Train Schedule

|

Jul 03, 2024 | 1:39 PM

Railway News : મુસાફરોની સુવિધા માટે રેલવેએ ઉધના-છાપરા-વડોદરા રૂટ પર 19 કોચવાળી વિશેષ ટ્રેન શરૂ કરી છે. આ સ્પેશિયલ ટ્રેન કોચિંગ સિટી કોટા આવતા અને જતા મુસાફરોને રાહત આપશે. આ સ્પેશિયલ ટ્રેનની પ્રથમ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી અને 1લી જુલાઈએ કોટા પહોંચી હતી.

1 / 6
Vadodara-surat to Kota station : રાજસ્થાન કેરળના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. રેલવે મુસાફરી માટે નવી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. રેલવેએ તેનો રૂટ તૈયાર કરી લીધો છે. કોટા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ટ્રેનનું સ્ટોપેજ રહેશે.

2 / 6
રેલવે પ્રશાસને કોટા ઉધના-છાપરા-વડોદરા થઈને વિશેષ ટ્રેન નંબર 09041/09042 માં પ્રત્યેક બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી અને બયાના સ્ટેશનો થઈને આવશે અને જશે.

3 / 6
કોટા રેલવે ડિવિઝનના સિનિયર વાણિજ્ય પ્રબંધક રોહિત માલવિયાએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09041 ઉધનાથી છપરા સ્પેશિયલ ટ્રેન ઉધના સ્ટેશનથી 30 જૂન અને 7 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યે બે ટ્રિપ માટે ઉપડશે અને બીજા દિવસે સવારે 9:30 વાગ્યે કોટા પહોંચશે. સવાઈ માધોપુર 11: 05 વાગ્યે, ગંગાપુર સિટી 12:20 વાગ્યે, બાયના 14:50 વાગ્યે અને છપરા સ્ટેશન ત્રીજા દિવસે સવારે 9 વાગ્યે પહોંચશે.

4 / 6
એવી જ રીતે રિટર્નમાં આ ટ્રેન નંબર 09042 છાપરાથી વડોદરા સ્પેશિયલ ટ્રેન છપરા સ્ટેશનથી 2જી અને 9મી જુલાઈએ બપોરે 12 વાગ્યે બે ટ્રીપ માટે ઉપડશે અને બીજા દિવસે સવારે 6:20 વાગ્યે બાયના, સાંજે 7:59 વાગ્યે ગંગાપુર સિટી, સવાઈ રાત્રે 9:05 વાગ્યે માધોપુર,સવારે 10:30 અને સાંજે 7 વાગ્યે વડોદરા સ્ટેશન પહોંચશે.

5 / 6
આ ટ્રેનમાં 14 સ્લીપર ક્લાસ, 3 જનરલ ક્લાસ અને 2 SLRD સહિત કુલ 19 કોચ હશે. આ રૂટમાં આ ટ્રેન વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, અગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, બનારસ, ગાઝીપુર સિટી અને બલિયા સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.

6 / 6
વિશેષ ટ્રેનોના સમય અને સ્ટોપેજ વિશેની તમામ માહિતી માટે, NTES અથવા રેલ હેલ્પલાઇન 139નો સંપર્ક કરો. કોટા રેલવે ડિવિઝનના કોમર્શિયલ મેનેજર માલવિયાએ જણાવ્યું કે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે ખાસ આ ટ્રેનનું મેનેજમેન્ટ કરી રહી છે.

Next Photo Gallery