
HDFC Bank : ખાનગી ક્ષેત્રની આ સૌથી મોટી બેંક પાંચ વર્ષની FD પર 7 ટકા વ્યાજ ઓફર કરે છે જ્યારે એક વર્ષની FD પર વ્યાજ દર 6.6 ટકા છે. આ દરો 9 ફેબ્રુઆરી 2024થી લાગુ થશે.

Bank Of Baroda : જાહેર ક્ષેત્રની બેંક 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે તે એક વર્ષની FD પર વાર્ષિક 6.85 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ દરો 15 જાન્યુઆરી 2024થી લાગુ રહેશે.

Kotak Mahindra Bank : આ ખાનગી ક્ષેત્રની બેંક પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.20 ટકા વ્યાજ દર ઓફર કરે છે જ્યારે તે એક વર્ષની FD પર 7.10 ટકા વ્યાજ ઓફર કરે છે. આ દરો 27 ફેબ્રુઆરી 2024થી લાગુ રખાયા છે.

Punjab National Bank : જાહેર ક્ષેત્રની બેંક પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.55 ટકા વ્યાજ આપે છે જ્યારે તે એક વર્ષની FD પર 6.8 ટકા વ્યાજ આપે છે. આ વ્યાજ દરો 12 એપ્રિલ 2024થી લાગુ છે.