એમ્બ્યુલન્સ સુવિધા અને હાઈ સિક્યોરિટી સાથે સજ્જ, વંદે મેટ્રો અમદાવાદ અને ભુજ વચ્ચે દોડવા માટે તૈયાર, જાણો તેની વિશેષતાઓ

|

Sep 16, 2024 | 7:16 AM

Vande Metro features : 12 કોચની વંદે મેટ્રો ઓટોમેટિક સ્લાઈડ ડોર, પેસેન્જર ટોકબેક સિસ્ટમ, ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમથી સજ્જ છે. જો આ ટ્રેનની એવરેજ સ્પીડની વાત કરીએ તો તે 62.439 કિલોમીટર પ્રતિ કલાક હશે. જ્યારે તેની મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક હશે.

1 / 5
Vande Metro features : ભારતીય રેલવેએ પ્રથમ વખત ટૂંકા અને મધ્યમ અંતર માટે વંદે મેટ્રો શરૂ કરી છે. ગુજરાતના અમદાવાદથી ભુજ વચ્ચે દોડતી આ ટ્રેનમાં 12 કોચ હશે. આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં દર્દીઓને લઈ જવા માટે ડ્રાઈવરની સીટ પાસે અલગ સ્ટ્રેચર રાખવાની સુવિધા આપવામાં આવી છે. સામાન્ય ભાષામાં દેશમાં પ્રથમ વખત મધ્યમ અંતરની ટ્રેનમાં એમ્બ્યુલન્સની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે.

2 / 5
મળતી માહિતી મુજબ આ ટ્રેન અન્ય આધુનિક સુવિધાઓ જેવી કે ઓટોમેટિક સ્લાઈડ ડોર મોડ્યુલર ઈન્ટીરીયર, ડીજીટલ રૂટ મેપ ઈન્ડીકેટર, CCTV, ફોન ચાર્જીંગની સુવિધા, વેકયુમ ઈવેક્યુએશન સાથેની આ ટ્રેન સેવાનું ઉદઘાટન 16 સપ્ટેમ્બરે 2024ના રોજ કરવામાં આવશે.

3 / 5
આ ટ્રેનના ફાયદા શું છે : ઝડપી અને સુરક્ષિત આંતર-શહેર કનેક્ટિવિટી માટે આ ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. આ ટ્રેનનો ઉદ્દેશ્ય દેશમાં આંતર-શહેર મુસાફરીને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. દરેક કોચમાં ઓટોમેટિક સ્લાઈડ દરવાજા, પેસેન્જર ટોકબેક સિસ્ટમ, ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ છે. જેનાથી લોકોને આધુનિક પરિવહન સુવિધા મળશે. વંદે મેટ્રોમાં 12 કોચ હશે. જો આ ટ્રેનની એવરેજ સ્પીડની વાત કરીએ તો તે 62.439 કિલોમીટર પ્રતિ કલાક હશે. જ્યારે તેની મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક હશે.

4 / 5
શું હશે ભાડું? : રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર 23 કિલોમીટરનું ભાડું 30 રૂપિયાની આસપાસ હશે. 27 કિમીની મુસાફરી માટે 35.7 રૂપિયાનો ખર્ચ થશે. અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર 352 કિલોમીટર છે, જેનું ભાડું 445 રૂપિયા હશે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આગ લાગવાની સ્થિતિમાં ટ્રેનને ઓછામાં ઓછું નુકસાન થાય. એરોસોલ આધારિત ફાયર ફાઇટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ટ્રેનમાં LFP બેટરી સાથે 3 કલાકની બેટરી બેકઅપ રાખવામાં આવે છે. આ ટ્રેનમાં મોડ્યુલર ઈન્ટિરિયર છે.

5 / 5
આ ટ્રેન લગેજ રેક, હેન્ડ હોલ્ડ અને ડોર હેન્ડ રેલિંગથી સજ્જ છે. એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન સિસ્ટમ સામેલ છે. ડ્રાય કેમિકલ પાઉડરના બે અગ્નિશામક ઉપકરણો - દરેક કોચમાં 4 કિલોની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે તમામ કોચમાં 15 એસ્પિરેશન ટાઈપ ફાયર ડિટેક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. મુસાફરોની સુરક્ષાની સુવિધા માટે ઈમરજન્સી એલાર્મ પુશ બટન ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

Next Photo Gallery