રોકાણકારો મુઝવણમાં ! ટાટાના આ શેરને બેવડો ફટકો, શેર વેચવા લાઈન, એક્સપર્ટે ટાર્ગેટ ભાવ ઘટાડ્યો

|

Oct 21, 2024 | 9:06 PM

સોમવારે અને 21 ઓક્ટોબરના રોજ ટાટાના આ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના શેરના ભાવમાં આજે 9 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે, બ્રોકરેજ હાઉસે ટાટાના આ સ્ટોકનું રેટિંગ ઘટાડ્યું છે. બજાર બંધ થવાના સમયે, આ શેર્સ શુક્રવારના બંધની સરખામણીમાં 7 ટકા ઘટીને 1016.45 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા

1 / 8
ટાટા ગ્રૂપની આ કંપનીના શેરમાં આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટાટા ગ્રુપનો આ સ્ટોક નિફ્ટી50માં ટોપ લૂઝર સાબિત થયો છે. સપ્તાહના પ્રથમ દિવસે સ્ટોક 9 ટકાથી વધુ ઘટ્યો હતો.

2 / 8
તમને જણાવી દઈએ કે, કંપનીના બીજા ક્વાર્ટરના પરિણામોને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના શેરમાં ઘટાડો થવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. કંપનીએ શુક્રવારે ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા.

3 / 8
આજે આ શેર બીએસઈમાં 1055 રૂપિયા પર ખૂલ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન 9 ટકાથી વધુ ઘટ્યા બાદ તે 987.20 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. બજાર બંધ થવાના સમયે, ટાટા કન્ઝ્યુમર શેર્સ શુક્રવારના બંધની સરખામણીમાં 7 ટકા ઘટીને 1016.45 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

4 / 8
બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે ટાટા કન્ઝ્યુમરનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. 'BUY' થી 'ADD' માં બદલાઈ ગયું છે. તેમજ ટાર્ગેટ પ્રાઇસ 1385 રૂપિયાથી ઘટાડી 1225 રૂપિયા કરવામાં આવી છે.

5 / 8
 ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL)નો ચોખ્ખો નફો સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં નજીવો વધીને 367.21 કરોડ રૂપિયા થયો છે. ટીસીપીએલે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે કંપનીએ અગાઉ નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 363.92 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

6 / 8
બીજા ક્વાર્ટર દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક 12.87 ટકા વધીને રૂ. 4,214.45 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 3,733.78 કરોડ હતી.

7 / 8
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 15.61 ટકા વધીને રૂ. 3,836.18 કરોડ થયો છે. તમને જણાવી દઈએ કે, TCPL પહેલા ટાટા ગ્લોબલ બેવરેજીસ લિમિટેડ (TGBL) તરીકે ઓળખાતું હતું.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery