T20 World Cup 2024 : અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપમાં સુપર-8ની ટકકર રોમાંચક બનાવી

|

Jun 23, 2024 | 10:23 AM

આજે ટી20 વર્લ્ડકપ 2024ની 48મી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની ટકકર હતી. આ સુપર-8ની મેચ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને 148 રન બનાવ્યા હતા.તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનમાં સમેટાઈ ગઈ હતી.

1 / 5
ટી20 વર્લ્ડકપ 2024માંઅફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો છે, ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપમાં સુપર-8ની જંગ રોમાંચક બનાવી છે.

2 / 5
 અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. રાશિદ ખાનની આગેવાની વાળી આ ટીમે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાની ટીમને હાર આપી છે. ગત્ત વર્ષે વનડે વર્લ્ડકપ 2023માં ટીમ જીત સુધી પહોંચી હતી પરંતુ મેક્સવેલે આ જીત છીનવી લીધી હતી. આ વખતે અફઘાનિસ્તાનની ટીમે કોઈ ભૂલ કરી ન હતી.

3 / 5
ટોસ હારી પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા. રહમનુલ્લાહ ગુરબાઝે 60 રન અને ઈબ્રાહિમે 51 રનની ઈનિગ્સ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં આઉટ થઈ હતી.

4 / 5
પહેલી વખત હતુ કે, જ્યારે અફઘાનિસ્તાની ટીમ કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાને હારી આપી છે. ઓસ્ટ્રેલિયાની આ હારની સાથે તેનું સેમિફાઈનલમાં પહોંચવાની આશા રસપ્રદ બની છે. કારણ કે, હવે ઓસ્ટ્રેલિયાની ટીમે કોઈ પણ સંજોગોમાં 24 જૂનના રોજ સુપર-8મી છેલ્લી મેચમાં ભારતને હાર આપવી પડશે.

5 / 5
ગુલબદીન નઈબે પોતાના ક્રિકેટ કરિયરમાં બેસ્ટ બોલિંગ કરી  4 ઓવરમાં માત્ર 20 રન આપી 4 વિકેટ લીધી હતી.નવીલ-ઉલ-હકે પણ આટલા જ રન આપ્યા હતા પરંતુ તેમણે 3 વિકેટ લીધી હતી.

Next Photo Gallery