
સૂર્યકુમાર યાદવનું T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથેનું ફોટોશૂટ અમદાવાદમાં આવેલી 500 વર્ષ જૂની વાવમાં થયું હતું, આ ફોટોશૂટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ વખતે ટ્રોફી વિજેતા કેપ્ટનના ફોટોશૂટ માટે ગુજરાતના એક ઐતિહાસિક સ્થળની પસંદગી કરવામાં આવી હતી.Wikipedia મુજબ આ વાવ ભારત સરકાર દ્વારા સંરક્ષિત ઐતિહાસિક સ્થળ છે.

અડાલજની વાવ અમદાવાદથી આશરે 18-20 કિમી દૂર ગાંધીનગર માર્ગ પર સ્થિત છે. તમે કાલુપુર રેલ્વે સ્ટેશન કે એરપોર્ટથી ટેક્સી, ઓટો, કે AMTS/BRTS બસ દ્વારા સરળતાથી અહીં પહોંચી શકો છો. અમદાવાદ-ગાંધીનગર હાઇવે પરથી અડાલજ ગામ તરફ જવાનો રસ્તો છે, જ્યાંથી આ ઐતિહાસિક સ્થળ નજીકમાં જ છે.

અડાલજ વાવ પહોંચવા માટે તમે અમદાવાદના કોઈપણ સ્થળેથી સીધી ટેક્સી કરીને અડાલજ વાવ પહોંચી શકો છે. અમદાવાદના કાલુપુર અથવા પાલડીથી ગુજરાત રાજ્ય પરિવહન (ST) બસો કે સ્થાનિક બસો અડાલજ થઈને ગાંધીનગર જાય છે.

અડાલજ વાવ પહોંચવા માટે તમે અમદાવાદના કોઈપણ સ્થળેથી સીધી ટેક્સી કરીને અડાલજ વાવ પહોંચી શકો છે. અમદાવાદના કાલુપુર અથવા પાલડીથી ગુજરાત રાજ્ય પરિવહન (ST) બસો કે સ્થાનિક બસો અડાલજ થઈને ગાંધીનગર જાય છે.

શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે. આવાવમાં તમને વાસ્તુકળાનો અદભુત નજારો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા 2023 વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ફોટોશૂટ કર્યું હતુ. (all photo : icc/gujarat tourisam)
Published On - 1:20 pm, Tue, 10 March 26