
મુહમ્મદ વસીમનો જન્મ 12 ફેબ્રુઆરી 1996ના રોજ થયો છે. તે એક પાકિસ્તાનમાં જન્મેલા ક્રિકેટર છે જે સંયુક્ત આરબ અમીરાતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમે છે. તે UAEની T20I ટીમનો વર્તમાન કેપ્ટન અને ICC T20 રેન્કિંગમાં દેશનો સૌથી ઉચ્ચ ક્રમાંકિત બેટ્સમેન પણ છે.

વસીમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તેનો ઉછેર પંજાબના મિયાં ચન્નુ શહેરમાં થયો હતો. તેનું ઉપનામ બાબ્બા છે.તેણે એપ્રિલ 2021માં ICC ની ત્રણ વર્ષની રેસીડન્સી રિકવાયરમેન્ટ પૂરી કરીને UAE માટે રમવા માટે ક્વોલિફાય કર્યું હતુ.

3 ફેબ્રુઆરી 2021ના રોજ T10 લીગમાં વસીમે T10 ક્રિકેટ મેચમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી, 12 બોલમાં આ કામ કર્યું હતુ. મે 2021માં, પાકિસ્તાન સુપર લીગ માટે રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે મુલતાન સુલ્તાન્સ ટીમમાં બોલાવવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર 2023માં, તેને 2024 બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમવા માટે ખેલાડીઓના ડ્રાફ્ટ પછી ચટ્ટોગ્રામ ચેલેન્જર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો.

ઓક્ટોબર 2021માં, વસીમને 2021 સમર T20 બેશ ટુર્નામેન્ટ માટે UAEની TWENTY20 ઇન્ટરનેશનલ (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

5 ઓક્ટોબર 2021ના રોજ નામિબિયા સામે UAE માટે T20I ડેબ્યૂ કર્યું હતુ.પાંચ દિવસ પછી UAEની આયર્લેન્ડ સામેની મેચમાં વસીમે T20I ક્રિકેટમાં તેની પ્રથમ સદી ફટકારી હતી. જેમાં 62 બોલમાં અણનમ 107 રન બનાવ્યા હતા

નવેમ્બર 2021માં તેને નામિબિયા ત્રિકોણીય સીરિઝ માટે UAEની વન ડે ઇન્ટરનેશનલ (ODI) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ ફેબ્રુઆરી 2022માં, તેને ઓમાન સામેની સીરિઝ માટે UAEની ODI ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું.તેણે 5 ફેબ્રુઆરી 2022ના રોજ ઓમાન સામે ODI ડેબ્યૂ કર્યું હતુ.

માર્ચ 2023ની સંયુક્ત આરબ અમીરાતની છેલ્લી મેચ માટે સીપી રિઝવાનના સ્થાને વસીમને યુએઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેની પ્રથમ સંપૂર્ણ સીરિઝ નેપાળ ત્રિ-રાષ્ટ્ર શ્રેણી હતી જે 2019-2023 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2ની યુએઈની છેલ્લી સીરિઝ હતી.

વસીમે નેપાળ સીરિઝમાં પાપુઆ ન્યુ ગિની સામે તેની પ્રથમ ODI સદી ફટકારી, જેમાં 76 બોલમાં 12 સિક્સ સહિત 119 રન બનાવ્યા હતા. તેની સદી 61 બોલમાં આવી અને સૌથી ઝડપી ODI સદીનો નવો UAE રેકોર્ડ બનાવ્યો,પરંતુ બીજા દિવસે આસિફ ખાનની 41 બોલની સદીએ તેને પાછળ છોડી દીધો.

જાન્યુઆરી 2026માં વસીમને 2026ના T20 વર્લ્ડ કપ માટે UAEની ટીમના કેપ્ટન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતુ.