IPL 2024: સતત 3 હાર બાદ હાર્દિક પંડયા માટે આવ્યા સારા સમાચાર, આ સ્ટાર બેટ્સમેનની મુંબઈની ટીમમાં વાપસી

|

Apr 03, 2024 | 10:01 PM

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં રમી શકે છે.

1 / 5
IPL 2024માં સતત ત્રણ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘણી મુશ્કેલીમાં છે. ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે તેને આગામી મેચો કોઈપણ ભોગે જીતવી પડશે. જો આમ નહીં થાય તો ટીમ માટે પ્લેઓફમાં પહોંચવાના તમામ રસ્તાઓ બંધ થઈ જશે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે.

2 / 5
ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને ટૂંક સમયમાં ટીમ માટે રમતા જોવા મળશે.મીડિયા અહેવાલ મુજબ, બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીએ બુધવારે સૂર્યકુમારને ફિટ જાહેર કર્યો છે. આ સ્ટાર બેટ્સમેન ત્રણ મહિનાથી વધુ સમયથી ક્રિકેટથી દૂર હતો.

3 / 5
BCCI અને એનસીએના ફિઝિયો સૂર્યકુમારની ઈજાને લઈને કોઈ જોખમ લેવા માંગતા ન હતા અને યાદવને ફિટ જાહેર કરતા પહેલા તેમને નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા.

4 / 5
બીસીસીઆઈના એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે સૂર્યકુમારને ત્રણ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું.NCA અનુસાર તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે જ્યારે સૂર્ય MIમાં પાછો જશે, ત્યારે તે 100 ટકા ફિટ અને ગેમ રમવા માટે તૈયાર હશે.

5 / 5
સૂર્યકુમાર યાદવને ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે પગની ઘૂંટીમાં ગ્રેડ-2 ઈજા થઈ હતી. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી. સૂર્યકુમાર યાદવનું પુનરાગમન મુંબઈ ઈન્ડિયન્સ માટે રાહતના સમાચાર છે. કારણ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024માં સતત ત્રણ મેચ હારી ગઈ છે અને ટીમ સ્ટાર બેટિંગની ઘણી ખોટ કરી રહી છે.

Next Photo Gallery