IPL 2024માં છેલ્લી વખત જોવા મળી શકે છે આ 5 દિગ્ગજ સ્ટાર ! એકના તો છે કરોડો ચાહકો

|

May 05, 2024 | 1:42 PM

કોઈ પણ ક્રિકેટનું ફોર્મેટ હોય એક દિવસે તો સ્ટાર ખેલાડીએ ક્રિકેટને અલવિદા કહેવાનો સમય આવે છે. પરંતુ આનાથી તેના ચાહકો ખુબ દુખી થાય છે. તો તમને જણાવી દઈએ કે, આ આઈપીએલ 2024ની સીઝનમાં પણ કેટલાક ખેલાડીઓ એવા છે જે આવતી આઈપીએલ એટલે કે, આઈપીએલ 2025માં રમતા ન પણ જોવા મળે.

1 / 6
 આઈપીએલ 2024ની સીઝન અડધી પુરી થઈ ચુકી છે. અને હવે માત્ર ગણતરીની મેચો જ બાકી છે. આઈપીએલમાં દરેક ચાહકનો કોઈ ફેવરિટ ખેલાડી હોય છે. તેના પ્રદર્શન પર પણ ચાહકોની નજર રહેલી હોય છે. તો તમને જણાવી દઈએ કે, એવું પણ બની શકે કે, કેટલાક ખેલાડીઓની આ આઈપીએલની છેલ્લી સીઝન હોય પછી તેઓ રમતા જોવા પણ ન મળી શકે. તો ચાલો આજે આપણે જાણીએ કે, ક્યા ખેલાડીઓ છે જે આઈપીએલ 2025ની સીઝન રમતા ન જોવા મળી શકે?

2 / 6
લખનૌ સુપર જાયન્ટસનો અનુભવી સ્પિનર અમિત મિશ્રાની ઉંમર 41 વર્ષની છે. આવતા વર્ષે 42 વર્ષનો થઈ જશે. આ સીઝનમાં અત્યારસુધી મેદાનમાં કાંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. આ સિવાય તેની ફિટનેસની સમસ્યા પણ છે. મિશ્રાની વધતી ઉંમર અને ફિટનેસને લઈ આવતા વર્ષે એટલે કે, આઈપીએલ 2025ની સીઝનમાં રમવાની શક્યતા ખુબ ઓછી જોવા મળી રહી છે.

3 / 6
આ લિસ્ટમાં દિલ્હી કેપિટલ્સના અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પણ આવે છે. શર્માની હાલની ઉંમર 35 છે. આવતા વર્ષ 36 વર્ષનો થઈ જશે. ઈશાંત શર્માની સાથે ફિટનેસની સમસ્યા પણ જોવા મળે છે. આ સિવાય તે એક ફાસ્ટ બોલર પણ છે. 36 વર્ષની ઉંમરમાં ફાસ્ટ બોલિંગ કરવું અઘરું કામ છે. તો જોઈએ ઈશાંત શર્મા આવતા વર્ષે આઈપીએલ રમે છે કે નહિ.

4 / 6
 ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર 42 વર્ષની છે અને આવતા મહિને તે 43 વર્ષનો થઈ જશે. તો ધોનીને પહેલાથી જ ઓર્થોડોક્સની સમસ્યા છે. આ કારણે તેમણે તેના પગની પણ સર્જરી કરાવવી પડી છે.

5 / 6
ગુજરાત ટાઈટન્સના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાની ઉંમર પણ વધુ છે. તે હાલમાં 39 વર્ષનો છે. આવતા વર્ષ 40 વર્ષનો થઈ જશે. સાહ ટીમ ઈન્ડિયામાંથી પહેલાથી જ સંન્યાસ લઈ ચૂક્યા છે.હવે ઓછી સંભાવના જોવા મળી રહી છે કે, તે આવતા વર્ષ આઈપીએલ રમે.

6 / 6
દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંનો વિકેટકીપર બેટ્સમેન  મેદાન પર ખુબ ફિટ જોવા મળે છે પરંતુ તેની ઉંમર 38 છે.આવતા વર્ષે 39નો થઈ જશે. આવી સ્થિતિમાં, આગામી સમયમાં ભાગ્યે જ કોઈ ટીમ તેનામાં રસ બતાવશે. કારણ કે, આ વખતે કેટલાક યુવા ખેલાડીઓ છે જેમણે આઈપીએલની પહેલી મેચ રમી પોતાની તાકાત દેખાડી દીધી છે.

Next Photo Gallery