Breaking News: IPLમાં શાનદાર પ્રદર્શન હોવા છતાં બીજા સ્ટાર્સની સરખામણીમાં ઓછી ચર્ચા

IPL 2026 સીઝન તૈયારી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે એવા 5 ખેલાડીઓ વિશે જાણીએ જે મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે છતાં મોટા સ્ટાર્સની સરખામણીમાં તેમની ઓછી ચર્ચા થાય છે. અહીં એવા 5 Underrated ખેલાડીઓની યાદી અને તેમના આંકડા છે.

| Edited By: | Updated on: Mar 27, 2026 | 12:37 PM
1 / 6
સાઈ સુદર્શન (GT): ગુજરાત ટાઇટન્સની ટીમ માટે આ બેટ્સમેન ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાઈ સુદર્શન ટેકનિકલી મજબૂત હોવાની સાથે  ઇનિંગ્સને એન્કર કરવાની ગજબની ક્ષમતા ધરાવે છે. ભલે તેની ચર્ચા વિરાટ કોહલી કે શુભમન ગિલ જેટલી ન થતી હોય, પરંતુ તેના આંકડા તેની કાબિલિયતની સાક્ષી પૂરે છે.  IPL 2025માં તેણે 15 મેચમાં 54.21ની શાનદાર સરેરાશથી 759 રન બનાવ્યા હતા, જે દર્શાવે છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં રન બનાવવાની ક્ષમતા રાખે છે. (Photo-X/IPL)

2 / 6
સંદીપ શર્મા (RR): સંદીપ શર્મા IPL ઇતિહાસના સૌથી સફળ છતાં શાંત ગણાતા બોલરોમાં અગ્રેસર છે. તે પાવરપ્લેમાં સ્વિંગ અને ડેથ  ઓવરોમાં સચોટ યોર્કર ફેંકવા માટે જાણીતો છે. તેના નામે એક મોટો રેકોર્ડ છે—તે વિરાટ કોહલીને 7 વખત આઉટ કરનાર એકમાત્ર બોલર છે. પોતાની 137 મેચની કરિયરમાં  146 વિકેટ ઝડપનાર આ ખેલાડી હરાજીમાં ભલે બેઝ પ્રાઇસ પર મળતો હોય, પણ તેનું પ્રદર્શન મેદાન પર કરોડોની કિંમતના બોલરો કરતા પણ ચઢિયાતું રહે છે. (Photo-X/IPL)

3 / 6
ભુવનેશ્વર કુમાર (RCB): 2016 અને 2017 એમ સતત બે સીઝનમાં પર્પલ કેપ પોતાના નામે કરનાર ભુવનેશ્વર કુમાર પણ કેમેરાની નજારોથી દૂર છે.  200 વિકેટની નજીક આ પ્લેયર IPLની 190 મેચમાં 198 વિકેટ લઈ ચૂક્યો છે.  (Photo-X/IPL)

4 / 6
રજત પાટીદાર (RCB): 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને પ્રથમ વખત ટાઈટલ જીતાડ્યા બાદ રજત પાટીદાર થોડો ચર્ચામાં આવ્યો છે.  154.31ના આક્રમક સ્ટ્રાઈક રેટ સાથે રમતા પાટીદારે 42 મેચમાં 1,111 રન બનાવ્યા છે. હાલના સમયમાં મિડલ ઓવરોમાં રનની  ગતિ જાળવી રાખવામાં તે શ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થયો છે. (Photo-X/IPL)

5 / 6
રાહુલ તેવટિયા (GT): તેને સાચા અર્થમાં "ફિનિશર" કહી શકાય,  IPL 2025માં તેનો સ્ટ્રાઈક રેટ 167.80 રહ્યો હતો અને પોતાની કરિયરમાં તે 29 વખત  નોટ આઉટ રહ્યો છે. પંજાબ સામેની મેચમાં છેલ્લા 2 બોલમાં 12 રન જોઈતા હોય ત્યારે તેવટિયા બંને બોલમાં સિક્સ મારીને ટીમને જીત આપવી હતી.  જે તેને ટી-20 ફોર્મેટનો ખતરનાક ખેલાડી બનાવે છે. (Photo-X/IPL)

6 / 6
મોહિત શર્મા (DC): ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર સફળતા મેળવ્યા બાદ  હવે તે 2026માં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે. તેની પાસે સ્લોઅર બોલની અદભૂત કળા છે જે ડેથ ઓવરોમાં બેટર્સને મૂંઝવણમાં મૂકી દે છે.  પોતાની 120 મેચની કરિયરમાં 134 વિકેટ ઝડપનાર મોહિતે 2014ની સીઝનમાં CSK તરફથી રમતા 23  વિકેટ ઝડપીને પર્પલ કેપ જીતી હતી.  આજે પણ તે યુવા બોલરોની સરખામણીએ વધુ અસરકારક બોલર સાબિત થાય છે. (Photo-X/IPL)

Follow Us