IPL 2024: RCB vs CSK વચ્ચેની મેચમાં વિરાટ કોહલી ફિફ્ટી ચૂક્યો પણ કરી દીધું મોટું કારનામું, જોતાં રહી ગયા બોલરો

|

May 18, 2024 | 10:04 PM

IPL 2024 ની 68મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ સાથે જ RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPLમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટે હવે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

1 / 5
RCBના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી IPSના ઈતિહાસમાં એક જ સ્થળે 3000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

2 / 5
તેણે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3000 થી વધુ રન બનાવ્યા છે. તેણે 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ કર્યું હતું.

3 / 5
આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો અનુભવી બેટ્સમેન રોહિત શર્મા બીજા સ્થાને છે. તેણે મુંબઈના ઐતિહાસિક વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં 2295 રન બનાવ્યા છે.

4 / 5
આ યાદીમાં ત્રીજા નંબર પર દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ છે, જેમણે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 1960 રન બનાવ્યા છે. આજે વિરાટ કોહલી આ લિસ્ટમાં પ્રથમ નંબર પર પહોંચ્યો છે. 

5 / 5
વિરાટ કોહલીની વાત કરીએ તો આ સિઝનમાં તેનું બેટ ઘણું સારું બોલે છે. તે IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેના માથા પર ઓરેન્જ કેપ પણ છે. વિરાટે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 અડધી સદી અને 1 સદી ફટકારી છે.

Published On - 10:03 pm, Sat, 18 May 24

Next Photo Gallery