IPL 2024 : RCB vs CSKની મેચમાં 20મી ઓવરના આ બોલે ધોનીની એક ચૂક બની ચેન્નાઈ સુપર કિંગ્સની હારનું કારણ

|

May 19, 2024 | 3:33 PM

RCB vs CSK વચ્ચેની મેચમાં છેલ્લી ઓવરનો રોમાંચ જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી, પરંતુ CSK યશ દયાલની ચતુરાઈનો મુકાબલો કરી શકી નહીં. આરસીબીએ આ મેચ 27 રને જીતી લીધી હતી. જેમાં 20મી ઓવરનો એ એક બોલ ચેન્નાઈને નડ્યો જેના કારણે આખી મેચમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો.

1 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024 ની 68મી મેચ શનિવારે રાત્રે, 18 મે, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. બંને ટીમો માટે પ્લેઓફની છેલ્લી ટિકિટ મેળવવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. RCBએ આ મેચમાં CSKને 27 રનથી હરાવ્યું અને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. ટોસ હાર્યા બાદ અને પ્રથમ બેટીંગ કર્યા પછી, બેંગલુરુએ ચેન્નાઈને જીતવા માટે 219 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જોકે CSKને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે માત્ર 200 રનની જરૂર હતી, કારણ કે તેનો નેટ રન રેટ RCB કરતા સારો હતો.

2 / 6
મહત્વનું છે કે આ મેચમાં અંતિમ ક્ષણોમાં સ્થિતિ એવી હતી કે CSKની ગાડી 191 રન પર જ અટકી ગઈ હતી. ચાલો જાણીએ RCB vs CSK મેચમાં 20મી ઓવરમાં એવું તો શું બન્યું જે આખી મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો.

3 / 6
યશ દયાલે RCB માટે ઇનિંગ્સની છેલ્લી ઓવર લાવ્યો હતો અને CSK માટે મહેન્દ્ર સિંહ ધોની રવિન્દ્ર જાડેજા સાથે ક્રીઝ પર હાજર હતો. CSKને પ્લેઓફની ટિકિટ મેળવવા માટે છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી.

4 / 6
પ્રથમ બોલ- મહેન્દ્ર સિંહ ધોનીએ યશ દયાલના ફુલ ટોસ બોલ પર ફાઈન લેગ પર સિક્સર ફટકારીને આરસીબીને પ્રોત્સાહન આપ્યું. આ છગ્ગો 110 મીટર લાંબો હતો, જે માત્ર આ મેચનો જ નહીં પરંતુ આ સિઝનનો પણ સૌથી લાંબો સિક્સ હતો.

5 / 6
બીજો બોલ- યશ દયાલે ચતુરાઈ બતાવી અને બીજા બોલ પર બેક હેન્ડ ધીમો બોલ ફેંક્યો. ધોનીએ આ બોલને ડોજ કર્યો અને મોટા શોટનો પ્રયાસ કરતી વખતે બોલને હવામાં ફટકાર્યો. ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ બોલ સ્વપ્નિલ સિંહના હાથમાં ગયો અને ભારતીય ખેલાડીએ દબાણની સ્થિતિમાં શાનદાર કેચ પકડ્યો. ધોની 13 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો.

6 / 6
હવે સ્થિતિ એવી હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 બોલમાં 11 રનની જરૂર હતી અને ધોનીના આઉટ થયા બાદ શાર્દુલ ઠાકુર ક્રિઝ પર આવ્યો. મહત્વનું છે કે 20 મી ઓવરના બીજા બોલે જો ધોની આઉટ થયો ન હોત તો હર વખતની મેચની જેમ તે ટીમને સારી ફિનિશર આપી શકે તેમ હતો. અને ચેન્નાઈ પ્લેઓફની રેસમાં હોત. પરંતુ અહીં પરિસ્થિતિ અલગ હતી. કારણ કે 20 મી ઓવરના બીજા બોલે ધોની શૉટ ફટકારવા તો ગયો પરંતુ aઅ શોર્ટ એટલો તાકતવાર ન હતો કે બાઉન્ડ્રી સુધી પહોંચી શકે. એટલે આ બીજા બોલે ધોની આઉટ થયો. જો આ બોલે ધોનીએ થોડી તાકાત બતાવી શૉટ ફટકાર્યો હોત તો, ચેન્નાઈની જીત નિશ્ચિત હતી તેમ કહી શકાય.

Next Photo Gallery