AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: સોનલ સાથે અન્યાય !… 3 સદી અને 420 રન છતાં ના મળ્યો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ

ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાના એક બેટ્સમેને શાનદાર બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે ચારેય ઇનિંગમાં સતત મોટા સ્કોર કર્યા અને ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ દરમિયાન તેણે અનેક અનોખા રેકોર્ડ પણ બનાવ્યા. તેમ છતાં શ્રેણીના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ તેના બદલે બીજા ખેલાડીને મળ્યો, જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે.

IND vs SL: સોનલ સાથે અન્યાય !... 3 સદી અને 420 રન છતાં ના મળ્યો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ
Sonal DinushaImage Credit source: PTI
| Updated on: Aug 27, 2026 | 7:37 PM
Share

શ્રીલંકાના સોનલ દિનુષાએ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા, સૌથી વધુ સદી ફટકારી, અનેક રેકોર્ડ તોડ્યા અને પોતાની ટીમને હારથી બચાવી, છતાં તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ ના મળ્યો. આ એવોર્ડ ભારતીય બેટ્સમેન દેવદત્ત પડિકલને આપવામાં આવ્યો હતો, જેણે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ સદીઓ અને રનની બાબતમાં સોનલ દિનુષાથી પાછળ રહી હતો છતાં તેને એવોર્ડ મળ્યો. હવે પ્રશ્ન એ છે કે દિનુષાને આ એવોર્ડ કેમ ન મળ્યો?

સોનલ દિનુષા-પડિકલ વચ્ચે મોટો તફાવત

સોનલ દિનુષાએ બંને ટેસ્ટ મેચમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. દેવદત્ત પડિકલે પણ દમદાર બેટિંગ કરી હતી. જોકે, બેટિંગ પ્રદર્શનની દ્રષ્ટિએ દિનુષા પડિકલે કરતા ઘણો આગળ થયો હતો. સોનલ દિનુષાએ બે મેચમાં 140 ની સરેરાશથી 420 રન બનાવ્યા હતા. ગેલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 100 રન બનાવ્યા હતા. તે જ મેચની બીજી ઇનિંગમાં દિનુષાએ 84 રન બનાવ્યા હતા. કોલંબો ટેસ્ટમાં સોનલ દિનુષાએ પહેલી ઇનિંગમાં 103 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં સદી પણ ફટકારી હતી. એટલું જ નહીં, દિનુષાએ શ્રેણીમાં સૌથી વધુ 8 સિક્સર પણ ફટકારી, અને શ્રેણીમાં શ્રેષ્ઠ સરેરાશ પણ તેની જ હતી.

પ્લેયર ઓફ ધ સિરીઝ જીતવાનો હકદાર હતો

બીજી તરફ, દેવદત્ત પડિકલે બે મેચમાં 328 રન બનાવ્યા હતા. તેણે ગાલે અને કોલંબોમાં સદી ફટકારી હતી. જોકે તેને ફક્ત ત્રણ ઇનિંગ રમવાની તક મળી, પરંતુ સોનલ દિનુષાએ તેના કરતા સારું પ્રદર્શન કર્યું હતું. મહત્વની વાત એ છે કે સોનલ દિનુષાએ આ રન ત્યારે બનાવ્યા જ્યારે તેની ટીમ પહેલાથી જ એક ટેસ્ટ હારી ગઈ હતી. વધુમાં બીજી ટેસ્ટમાં તેની ટીમને ફોલોઓન થવાની ફરજ પડી હતી અને તેને સદી ફટકારી હતી. તે પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતવાનો હકદાર હતો.

સોનલ દિનુષાના રેકોર્ડ્સ

કોલંબો ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારીને સોનલ દિનુષાએ અનેક રેકોર્ડ બનાવ્યા હતા. સોનલ દિનુશા વિશ્વનો પહેલો ખેલાડી છે જેણે ટેસ્ટ શ્રેણીમાં નંબર 6 અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતા ચાર ઇનિંગમાં ત્રણ સદી ફટકારી છે. સોનલ દિનુશા શ્રીલંકાનો પહેલો ક્રિકેટર છે જેણે ફોલો-ઓન ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં સદી ફટકારી છે. સોનલ વિશ્વનો પહેલો ખેલાડી છે જેણે ભારત સામે નંબર 6 અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે બંને ઇનિંગમાં સદી ફટકારી છે.

IND vs SL: શ્રીલંકાના 25 વર્ષના ખેલાડીએ જે કર્યું, તે ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી કોઈ કરી શક્યું નથી

Follow Us
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
g clip-path="url(#clip0_868_265)">