જસપ્રિત બુમરાહ બોલ હાથ લે છે તો બેટ્સમેનના પગ ધ્રુજવા લાગે છે, મમ્મી હતા અમદાવાદમાં શિક્ષક

|

Jun 28, 2024 | 9:24 AM

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આજે કરોડોની સંપત્તિનો માલિક છે, પરંતુ એક સમય હતો જ્યારે તેની પાસે બુટ ખરીદવાના પૈસા પણ નહોતા. ચાલો જાણીએ તેમના પરિવાર વિશે.

1 / 9
 જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) આયર્લેન્ડ સામેની T20 શ્રેણી જીતી લીધી છે. 20 ઓગસ્ટને રવિવારના રોજ રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 33 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

2 / 9
બુમરાહ આયર્લેન્ડ સામેની 3 T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઈજામાંથી લગભગ 11 મહિના બાદ મેદાન પર પરત ફરેલા બુમરાહે પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પોતાની જૂની લયમાં પાછો ફરતો પણ જોવા મળ્યો હતો. તેણે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.પ્રથમ મેચમાં બધાની નજર બુમરાહની ફિટનેસ પર હતી

3 / 9
જસપ્રીત બુમરાહની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં થાય છે. બુમરાહ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો છે. બુમરાહ ODI ક્રિકેટમાં 100 વિકેટ લેનારો ભારતનો બીજો સૌથી ઝડપી બોલર છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારો માત્ર ત્રીજો ભારતીય બોલર છે.

4 / 9
જસપ્રિત બુમરાહનો જન્મ 6 ડિસેમ્બર 1993ના રોજ અમદાવાદમાં એક શીખ પરિવારમાં થયો હતો. બુમરાહ માત્ર પાંચ વર્ષનો હતો જ્યારે તેના પિતા જસબીર સિંહનું નિધન થયું હતું. બુમરાહને તેની માતા દલજીત બુમરાહ દ્વારા ઉછેરવામાં આવ્યો હતો, જેઓ અમદાવાદમાં શાળાના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે.

5 / 9
જસપ્રીત બુમરાહે 14 વર્ષની ઉંમરે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. બુમરાહને તેની માતાને ક્રિકેટ રમવા માટે મનાવવામાં પણ સમય લાગ્યો હતો. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સમર કેમ્પમાં બુમરાહની પસંદગી કરવામાં આવી હતી. આ પછી તેની પસંદગી MRF પેસ ફાઉન્ડેશનની ઝોનલ કેપમાં થઈ.

6 / 9
 જસપ્રીત બુમરાહની કારકિર્દીને ઈન્ડિયન પ્રીમિયર લીગથી વાસ્તવિક ઉડાન મળી. મુંબઈ ઈન્ડિયન્સે બુમરાહની કુશળતામાં વિશ્વાસ દર્શાવ્યો અને તેને ટીમમાં સામેલ કર્યો. તેની IPL ડેબ્યુ મેચમાં જ, બુમરાહે તેની બોલિંગથી સનસનાટી મચાવી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ત્રણ મોટી વિકેટ લીધી હતી.

7 / 9
જસપ્રિત બુમરાહની મોટી બહેન જુહિકા બુમરાહ પરિણીત છે. તેણે વરુણ સેલી સાથે લગ્ન કર્યા છે, જે ડિજિટલ માર્કેટિંગ ફર્મમાં કામ કરે છે. બંનેએ 19 ફેબ્રુઆરી, 2016ના રોજ ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. (all photo : Bumrah instagram )

8 / 9
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના પિતાનું નિધન થઈ ચૂક્યું છે. તેના પરિવારમાં હવે તેની માતા દલજીત બુમરાહ અને તેની બહેન જુમિકા બુમરાહ છે. 15 માર્ચ 2021 ના ​​રોજ બુમરાહે સંજના ગણેશન સાથે લગ્ન કર્યા, જે સ્ટાર સ્પોર્ટ્સની મોડલ અને એન્કર છે.

9 / 9
જસપ્રીત બુમરાહે 15 માર્ચ 2021ના રોજ મોડલ અને પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના લગ્ન ગોવામાં થયા હતા. સંજના ગણેશન મહારાષ્ટ્રના પુણેથી આવે છે તે પૂર્વ મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે.

Published On - 11:12 am, Mon, 21 August 23

Next Photo Gallery