Breaking News: જેમને ક્યારેય બોલિંગ કરતા નથી જોયા, તેઓ પણ IPLમાં લઈ ચૂક્યા છે વિકેટ! હેરાન કરી દેશે આ લિસ્ટ

IPLમાં સામાન્ય રીતે બોલિંગ એ નિષ્ણાત ખેલાડીઓનું કામ માનવામાં આવે છે. T20 ફોર્મેટ એટલું ઝડપી છે કે કેપ્ટન જોખમ લેવાનું ટાળે છે અને પાર્ટ-ટાઇમ બોલરોને બહુ ઓછી તક મળે છે. જોકે, IPLના ઇતિહાસમાં એવા કેટલાક બેટ્સમેનો પણ રહ્યા છે, જેમણે ખૂબ ઓછી બોલિંગ કરવા છતાં વિકેટો ઝડપી છે અને સૌને ચોંકાવી દીધા છે.

| Edited By: | Updated on: Mar 27, 2026 | 2:21 PM
1 / 7
Virat Kohli: વિરાટને આપણે વર્ષોથી માત્ર રન મશીન તરીકે જ જોઈએ છીએ, પરંતુ તેની પાસે IPLમાં 4 વિકેટ છે.  તેણે પોતાની છેલ્લી IPL વિકેટ 2011માં લીધી હતી.

2 / 7
Rohit Sharma:રોહિતે અત્યારે બોલિંગ કરવાનું લગભગ બંધ કરી દીધું છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેના નામે IPLમાં એક હેટ્રિક પણ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે જ ડેક્કન ચાર્જર્સ તરફથી રમતા હેટ્રિક લીધી હતી અને કુલ 15 વિકેટ ઝડપી છે.

3 / 7
Shikhar Dhawan: શિખર ધવન એક ક્લાસિક ઓપનર તરીકે જાણીતા છે, પરંતુ તેણે 2011 અને 2012ની સીઝનમાં ડેક્કન ચાર્જર્સ માટે રમતા  તેમણે કુલ 8 ઓવર ફેંકી હતી અને 66 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ દરમિયાન તેમણે શોન માર્શ જેવા મોટા બેટ્સમેનને પેવેલિયન ભેગો કર્યો હતો.

4 / 7
Ajinkya Rahane: અજિંક્ય રહાણેએ પોતાની લાંબી T20 કારકિર્દીમાં લગભગ ક્યારેય બોલિંગ કરી નથી. તેણે 294 મેચોમાં માત્ર એક જ ઓવર ફેંકી હતી અને  તેમાં પણ એક વિકેટ ઝડપી લીધી હતી. આ પરાક્રમ તેણે 2009માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા કર્યું હતું, જ્યારે તેણે લ્યુક પોમર્સબેકને આઉટ કરીને ડગઆઉટ ભેગો કર્યો હતો.

5 / 7
Aaron Finch: એરોન ફિંચ, જે IPLમાં 9 અલગ-અલગ ટીમોની જર્સીમાં જોવા મળી ચૂક્યા છે, તેમણે પણ એકવાર બોલિંગમાં હાથ અજમાવ્યો હતો.  2013માં પુણે વોરિયર્સ માટે રમતી વખતે તેમણે બોલિંગ કરી હતી અને એક વિકેટ ઝડપી હતી. ફિંચ સામાન્ય રીતે માત્ર આક્રમક બેટિંગ માટે જ જાણીતા છે.

6 / 7
Adam Gilchrist: એડમ ગિલક્રિસ્ટનું નામ આ યાદીમાં સૌથી રસપ્રદ છે. તેમણે પોતાની આખી T20 કારકિર્દીમાં માત્ર એક જ બોલ ફેંક્યો અને તેના પર  વિકેટ ઝડપી લીધી હતી. IPLમાં આ તેમની છેલ્લી મેચ પણ હતી, જેમાં તેમણે હરભજન સિંહની વિકેટ લીધી હતી. આ રેકોર્ડ ક્રિકેટ ઇતિહાસના  સૌથી અનોખા આંકડાઓમાં ગણવામાં આવે છે.

7 / 7
Abdul Samad:અબ્દુલ સમદને સામાન્ય રીતે પાવર હિટર તરીકે જોવામાં આવે છે. 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ડેબ્યૂ કરનાર સમદે  અત્યાર સુધી 60થી વધુ મેચ રમી છે અને 9 ઓવર બોલિંગ કરી છે. આ દરમિયાન તેણે 2 વિકેટ પણ ઝડપી છે, જે તેની ઓલરાઉન્ડ ક્ષમતા (સ્કિલ) દર્શાવે છે.

Follow Us