ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, આ તારીખે દુબઈમાં યોજાશે મેચ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન ક્રિકેટ ચાહકો માટે બંને ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાવાની છે. આ મેચ 30 નવેમ્બરે દુબઈના મેદાન પર રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે શરૂ થશે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, આ તારીખે દુબઈમાં યોજાશે મેચ
India vs Pakistan
Image Credit source: ACC/X
| Updated on: Nov 28, 2024 | 7:04 PM

ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી, ત્યારથી ICC બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે અટવાઈ ગઈ છે. માનવામાં આવે છે કે 29મી નવેમ્બરે યોજાનારી બેઠક બાદ આ ટૂર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પણ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. આ મેચ મેન્સ અંડર-19 એશિયા કપમાં રમાશે, જે 29 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.

દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

મેન્સ અંડર-19 એશિયા કપ યુએઈમાં 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, UAE અને નેપાળનો સમાવેશ થાય છે. મેન્સ અંડર-19 એશિયા કપ 1989માં શરૂ થયો હતો. આ વખતે ટુર્નામેન્ટની 11મી આવૃત્તિ રમાવાની છે અને સતત ચોથી વખત તેની યજમાની UAE કરશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમોને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, જાપાન અને UAEને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે.

30 નવેમ્બરે દુબઈમાં રમાશે મેચ

ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રૂપમાં છે, તેથી બંને ટીમો વચ્ચેની સ્પર્ધા ગ્રૂપ સ્ટેજમાં જ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની આ મેચ 30 નવેમ્બરે દુબઈના મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યાથી રમાશે. આ પછી, ભારતીય ટીમ બીજી ડિસેમ્બરે શારજાહમાં જાપાનનો સામનો કરશે અને ત્યારબાદ તે 4 ડિસેમ્બરે યુએઈની ટીમ સામે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે.

અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ

આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ-કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), અનુરાગ કવડે (વિકેટકીપર), હાર્દિક રાજ, મોહમ્મદ અનન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધાજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર.

નોન ટ્રાવેલિંગ રિઝર્વઃ સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંઘ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દીપેશ.

આ પણ વાંચો: શ્રીલંકા માત્ર 13.5 ઓવરમાં ઓલઆઉટ, ટેસ્ટ ક્રિકેટમાં 100 વર્ષ પછી આવું બન્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 7:03 pm, Thu, 28 November 24