અદાણીએ વધુ એક કંપની ખરીદી, 1900 કરોડમાં થઈ ડિલ, શેર ખરીદવા રોકાણકારોની પડાપડી

|

May 16, 2024 | 6:35 PM

આજે ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર ફોકસમાં રહ્યો હતો. કંપનીનો શેર આજે ઇન્ટ્રાડે 1.2 ટકા વધીને 1034 રૂપિયા પર પહોચી ગયો હતો, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 13.26 ટકા ઘટીને 381.29 કરોડ રૂપિયા થયો છે.

1 / 7
આજે ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર ફોકસમાં રહ્યો હતો. કંપનીનો શેર આજે ઇન્ટ્રાડે 1.2 ટકા વધીને 1034 રૂપિયા પર પહોચી ગયો હતો. આ ઉછાળા પાછળ એક મોટું અપડેટ છે. અદાણી એનર્જી સોલ્યુશન્સે 1,900 કરોડ રૂપિયામાં એસ્સારની મહાન-સિપત ટ્રાન્સમિશન એસેટનું ખરીદીનું કાર્ય પૂર્ણ કર્યું છે.

2 / 7
કંપનીના નિવેદન અનુસાર, જૂન 2022માં ખરીદી કરાયેલા નિશ્ચિત કરારો હેઠળ શેરનું સંપાદન થયું હતું. "અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ એસ્સાર ટ્રાન્સકો લિમિટેડમાં 1,900 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઇઝ મૂલ્ય માટે જરૂરી નિયમનકારી અને અન્ય મંજૂરીઓ મેળવ્યા પછી 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.

3 / 7
નિવેદનમાં જણાવાયું છે કે એક્વિઝિશનમાં મધ્યપ્રદેશના મહાનને છત્તીસગઢના સિપત પૂલિંગ સબસ્ટેશન સાથે જોડતી 400 KV, 673 સર્કિટ કિલોમીટરની આંતર-રાજ્ય 'ટ્રાન્સમિશન લાઇન'નો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC)ના નિયમનિત રિટર્ન ફ્રેમવર્ક હેઠળ કાર્ય કરે છે અને 22 સપ્ટેમ્બર 2018ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.

4 / 7
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ 2 લિમિટેડે 1,900 કરોડ રૂપિયામાં એસ્સાર ટ્રાન્સકો લિમિટેડમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. મહાન-સિપત ટ્રાન્સમિશન નેટવર્કનું સંપાદન 3,373 સર્કિટ કિલોમીટરમાં ફેલાયેલી ચાર ઓપરેશનલ એસેટ સાથે મધ્ય ભારતમાં AESLની હાજરીને મજબૂત કરશે.

5 / 7
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 13.26 ટકા ઘટીને 381.29 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 439.60 કરોડ રૂપિયા હતો. AESLએ શેરબજારને માહિતી આપી હતી કે સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીનો ચોખ્ખો નફો 1,195.61 કરોડ રૂપિયા હતો, જે નાણાકીય વર્ષ 2022-23માં નોંધાયેલા 1,280.60 કરોડ રૂપિયા કરતાં ઓછો છે.

6 / 7
નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને 4,855.18 કરોડ રૂપિયા થઈ છે. નાણાકીય વર્ષ 2022-23ના સમાન ત્રિમાસિક ગાળામાં તે 3,494.84 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની આવક 17,218.31 કરોડ રૂપિયા હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં તે 13,840.46 કરોડ રૂપિયા હતી.

7 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery