World Environment Day: આ નાનકડો પ્રયાસ પણ પર્યાવરણની સાથે તમારે પૈસા પણ બચાવી શકે છે

|

Jun 05, 2021 | 11:59 PM

આજે વિશ્વ પર્યાવરણ દિવસની (World Environment Day) ઉજવણી થઈ રહી છે. ત્યારે આપણામાંથી ઘણા વિચારતા હશે કે આપણો વ્યક્તિગત પ્રયાસ પર્યાવરણને બચાવવા માટે કેટલું ઉપયોગી સાબિત થઈ શકશે.

World Environment Day: આ નાનકડો પ્રયાસ પણ પર્યાવરણની સાથે તમારે પૈસા પણ બચાવી શકે છે

Follow us on

આજે વિશ્વ પર્યાવરણ દિવસની (World Environment Day) ઉજવણી થઈ રહી છે. ત્યારે આપણામાંથી ઘણા વિચારતા હશે કે આપણો વ્યક્તિગત પ્રયાસ પર્યાવરણને બચાવવા માટે કેટલું ઉપયોગી સાબિત થઈ શકશે. પરંતુ લાઈફસ્ટાઈલમાં એક નાનકડો બદલાવ લાવીને પણ આપણે પર્યાવરણમાં હકારાત્મક વતાવરણ ઉભું કરી શકીએ છીએ.

 

આપણા નાના પ્રયત્નોથી આપણે પર્યાવરણને બચાવવામાં તો યોગદાન આપી જ શકીશું સાથે સાથે તેનાથી આપણા રૂપિયાની (money) પણ બચત થઈ શકશે. આવો જાણીએ આ કેવી રીતે શક્ય બનશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

વધારે ચાલવાનું રાખો (walking)

જો નજીકના અંતરે જ કશે પહોંચવાનું હોય તો તમારી ગાડી કે ફોર વ્હીલરની જગ્યાએ ચાલવાનું પસંદ કરો. ચાલવાનું રાખશો તો પર્યાવરણમાં પ્રદુષણ તો ઘટશે જ અને સાથે સાથે તમારા પેટ્રોલ ડીઝલના રૂપિયા પણ બચશે. આ ઉપરાંત ચાલવું એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી કસરત છે.

 

વાહન શેરિંગ (vehicle sharing)

આજકાલ વાહનોના લીધે વાતાવરણમાં સૌથી વધારે પ્રદૂષણ થઈ રહ્યું છે તો તેના સ્થાને તમે એક જ રસ્તે જવાનું હોય તો તમે પોતાના વાહનને અન્ય મિત્રો અને કર્મચારીઓ સાથે શેરિંગ પણ કરી શકો છો. તેનાથી પણ તમારા પેટ્રોલ ડીઝલ પાછળ વપરાતા રૂપિયા બચશે અને પ્રદુષણ ઘટાડવામાં પણ તમે યોગદાન આપી શકશો.

 

ઈલેક્ટ્રિસિટીથી ચાલતા વાહન વાપરો

હવે જ્યારે તમે કોઈપણ નવું વાહન ખરીદવાનો વિચાર કરો તો ઈકો ફ્રેન્ડલી (eco friendly) અને ઈલેક્ટ્રિસિટીથી ચાલતા વાહનો પસંદ કરો. હાલ પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. જેથી ખિસ્સા પર ભારણ એમ પણ વધ્યું છે. ત્યારે આ વિકલ્પ સારો રહેશે.

 

પાણીનો બગાડ અટકાવો (save water)

બિનજરૂરી રીતે પાણીનો ઉપયોગ ટાળો. તેના કારણે પાણી બચાવીને આપણે આવનારી પેઢીને પણ મદદરૂપ થઈ શકીશું.

 

વીજળીની બચત થાય તેવા ઉપકરણો વાપરો

LED અથવા એનર્જી સેવિંગ કરતી ટ્યુબલાઈટ અને બલ્બનો ઉપયોગ કરો. જેનાથી તમારા રૂપિયાની પણ બચત થશે.

 

ફ્રીજ કોઈલ અને એસીને ક્લીન રાખો

આવું કરવાથી તમે વધારે વપરાતી ઈલેક્ટ્રિસિટીને બચાવી શકશો. સમયાંતરે ફ્રીજ અને એસીને ક્લીન કરવાનું રાખો તેને યોગ્ય રીતે મેઈન્ટેઈન કરો.

આ ઉપરાંત,

1. પાણીની બોટલોનું રિયુઝ કરતા શીખો.

2. ઈ વેસ્ટને રિસાઈકલ કરવાનું રાખો. કારણ કે તે પર્યાવરણ માટે સૌથી વધારે હાનિકારક સાબિત થાય છે.

3. 5 સ્ટાર રેટેડ ઈલેક્ટ્રિક ઉપકરણો ખરીદવાનું પસંદ કરો. કારણ કે તે વીજળીબીલમાં બચત આપે છે.

4. વીજ ઉપકરણોનો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરવાની આદત પાડો.

 

આ પણ વાંચો: World Environment Day: વડોદરાની એક એવી કંપની જ્યાં દરરોજ ઉજવાય છે પર્યાવરણ દિવસ, કર્મચારીઓને જન્મદિવસે અપાય છે બે વૃક્ષની ભેટ

Published On - 11:57 pm, Sat, 5 June 21

Next Article