ભારતના બંધારણને શા માટે હીલિયમ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવે છે? જાણવા માટે વાંચો આ ખાસ લેખ

ભારતનું બંધારણ (Indian Constitution) દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો ત્યારે બંધારણને સંસદના કેન્દ્રીય પુસ્તકાલય (Central Library of Parliament)માં રાખવામાં આવ્યું છે. પોતાના વર્તમાન સ્વરૂપમાં બંધારણની એક પ્રસ્તાવના, 22 ભાગમાં 448 અનુચ્છેદ, 12 અનુસૂચિઓ, 5 પરિશિષ્ટ અને 115 સંશોધન છે. ભારતના બંધારણને શા માટે હીલિયમ […]

ભારતના બંધારણને શા માટે હીલિયમ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવે છે? જાણવા માટે વાંચો આ ખાસ લેખ
Constitution of Indian
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Dec 21, 2021 | 2:22 PM


ભારતનું બંધારણ (Indian Constitution) દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો ત્યારે બંધારણને સંસદના કેન્દ્રીય પુસ્તકાલય (Central Library of Parliament)માં રાખવામાં આવ્યું છે. પોતાના વર્તમાન સ્વરૂપમાં બંધારણની એક પ્રસ્તાવના, 22 ભાગમાં 448 અનુચ્છેદ, 12 અનુસૂચિઓ, 5 પરિશિષ્ટ અને 115 સંશોધન છે. ભારતના બંધારણને શા માટે હીલિયમ ગેસ ચેમ્બર (Helium Gas Chamber)માં રાખવામાં આવે છે ચાલો જાણીએ.

દુનિયાનું સૌથી મોટુ લેખિત બંધારણ

ભારતીય બંધારણ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ (The world’s largest written constitution)છે આ જ કારણ છે કે ભારતને દુનિયાનો સૌથી મોટો ગણતંત્ર કહેવામાં આવે છે.

બંધારણની ત્રણ મૂળ નકલો

ભારતના બંધારણની ત્રણ મૂળ નકલો છે. આ તમામ નકલોને સંસદના કેન્દ્રીય પુસ્તકાલયમાં રાખવામાં આવ્યા છે. બંધારણની બંન્ને આવૃતિ, હિન્દી અને અંગ્રેજી, હસ્તલિખિત હતા. જે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા સુંદર સુલેખ સાથે ઈટેલિક શૈલીમાં હસ્તલિખિત છે.

બંધારણને તૈયાર કરવામાં લાગ્યા બે વર્ષ

બંધારણની મૂળ નકલ 22 ઈંચ લાંબી અને 16 ઈંચ પહોળી છે. જે ચર્મપત્રની ચાદરો પર લખવામાં આવ્યું છે અને તેની પાંડુલિપિમાં 251 પેજ છે. બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.

બંધારણને હીલિયમ ગેસ ચેમ્બરમાં સુરક્ષિત રાખવામાં આવ્યું

મૂળ બંધારણને પહેલા ફલાલૈનના કપડામાં વીંટીને રાખવામાં આવ્યું હતું અને નેફથલીન બોલની સાથે રાખવામાં આવ્યું હતું. વર્ષ 1994 માં અમેરિકાની જેમ ભારતે પણ બંધારણની મૂળ કોપી વૈજ્ઞાનિક પદ્ધિતિથી તૈયાર હીલિયમ ગેસ ચેમ્બરમાં સંસદ ભવનના પુસ્તકાલયમાં રાખવાનો નિર્ણય કર્યો.

હીલિયમ ગેસ ચેમ્બર શા માટે ?

ભારતીય બંધારણ કાળી સાહી(ઈન્ક)થી લખવામાં આવ્યું છે સાહી જલ્દીથી ઓક્સીકૃત થઈ જાય છે અને તેને સુરક્ષિત રાખવા માટે ભેજને લગભગ 50 ગ્રામ પ્રતિ ઘન મીટર રાખવાની જરૂર પડે છે. એટલા માટે ભારતના બંધારણ માટે એરટાઈટ ચેમ્બર બનાવામાં આવ્યું હતું.

સીસીટીવીથી સતત નજર

ગેસ ચેમ્બરમાં ભેજ જાળવી રાખવા માટે મોનિટર લગાવામાં આવ્યા છે. દર વર્ષ ચેમ્બરનો ગેસ ખાલી કરવામાં આવે છે. દર 2 મહિને આ ચેમ્બરની ચકાસણી કરવામાં આવે છે. અને સીસીટીવીથી સતત નજર રાખવામાં આવે છે.

બંધારણ પર સૌથી પહેલા નહેરૂજીએ હસ્તાક્ષર કર્યા

મૂળ કોપી પર 24 જાન્યુઆરી 1950 ના બંધારણ સભાના 284 સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રૂપથી કોપી પર પહેલા હસ્તાક્ષર ભારતના પહેલા અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં ન આવ્યા. પરંતુ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરૂ દ્વારા કરવામાં આવ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ર પ્રસાદ સહિત 46 હસ્તાક્ષરકર્તાઓએ હિન્દીમાં હસ્તાક્ષર કર્યા હતા.

448 અનુચ્છેદ, 12 અનુસૂચિઓ

પોતાના વર્તમાન સ્વરૂપમાં બંધારણની એક પ્રસ્તાવના, 22 ભાગમાં 448 અનુચ્છેદ, 12 અનુસૂચિઓ, 5 પરિશિષ્ટ અને 115 સંશોધન છે.

બંધારણને દેહરાદૂનમાં પ્રકાશિત કરવામાં આવ્યું

બંધારણને દેહરાદૂનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ભારતીય સર્વેક્ષણ વિભાગ દ્વારા ફોટોલિથોગ્રાફ કરવામાં આવ્યું હતું. મૂળ હસ્તલિખિત બંધારણને બેહર રામમનોહર સિન્હા અને નંદલાલ બોસ સહિત શાંતિનિકેતનના કલાકારો દ્વારા વિશિષ્ટ રૂપથી સજાવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Cricket: 2 વખત IPL વિજેતા ટીમનો હિસ્સો રહેલા ક્રિકેટરને આ ટીમે બનાવ્યો કોચ, T20 વિશ્વકપ 2021 બાદ સંન્યાસ જાહેર કર્યો હતો

આ પણ વાંચો:UP Assembly Election 2022: RSS ચીફ મોહન ભાગવત અને મુલાયમ સિંહ વચ્ચે થઈ મુલાકાત, યુપી કોંગ્રેસે કહ્યું- નવી SPમાં ‘S’ નો અર્થ ‘સંઘવાદ’ 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati