Railway ટિકિટના PNR નંબરમાં છુપાયેલી છે યાત્રીની તમામ માહિતી, જાણો શું કહે છે આ 10 આંકડા?
આ દસ આંકડાના નંબરમાં યાત્રીની નાનામાં નાની માહિતીનો સમાવેશ થઈ જતો હોય છે. એક PNRમાં વધુમાં વધુ 6 મુસાફરોની વિગતનો સમાવેશ થાય છે.

એક સમય હતો જ્યારે તમે તમારી ટિકિટ (Railway Ticket) ફક્ત રેલ્વે કાઉન્ટરથી જ બુક કરાવી શકતા હતા. પરંતુ, રેલવેએ હવે બુકિંગ માટે એવી સુવિધા કરી છે કે તમે તમારા મોબાઈલ ફોન પર ગમે ત્યાં ટિકિટ બુક કરાવી શકો. તમે ભારતીય રેલ્વે (Indian Railway)ની કોઈપણ ટ્રેનમાં ટિકિટ બુક કરશો, તમને 10 અંકનો પીએનઆર (PNR) નંબર મળશે. આ એક સંપૂર્ણ યુનિક નંબર હોય છે.
જે બધી ટિકિટો પર અલગ અલગ જોવા મળે છે. આ પીએનઆર નંબર (PNR Number) મુસાફરો માટે તેમજ ભારતીય રેલ્વે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે અહીં પી.એન.આર. સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ કારણ કે પી.એન.આર. નંબર વિશે આપણા બધાને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે મોટાભાગના લોકો પાસે તેના વિશે કોઈ વિશિષ્ટ માહિતી હોતી નથી. ઘણા લોકો પીએનઆરને ફક્ત બુકિંગની સ્થિતિ જાણવાનો એક રસ્તો માને છે.
10 અંકો વાળા PNR નંબરમાં શામેલ છે યાત્રીઓની સંપૂર્ણ જાણકારી
ભારતીય રેલ્વેમાં મુસાફરી માટે બુક કરવમાં આવતી ટિકિટ પર PNR આપવામાં આવે છે. PNRનું પૂરું નામ Passenger Name Record છે. આ 10 આંકડાના નંબરમાં યાત્રીની નાનામાં નાની માહિતીનો સમાવેશ થઈ જતો હોય છે. એક PNRમાં વધુમાં વધુ 6 મુસાફરોની વિગતનો સમાવેશ થાય છે. કારણ કે તમે વધુમાં વધુ એક સાથે 6 મુસાફરોની ટિકિટ બુક કરી શકો છો.
એક PNR નંબરમાં નામ, વય, લિંગ, ઘરનું સરનામું, મુસાફરીની શરૂઆતનું સ્થળ, પહોચવાનું સ્થળ, ટ્રેન નંબર, ટ્રેનનું નામ, બુકિંગની સ્થિતિ, અંતિમ સ્થિતિ, કોચ નંબર, સીટ નંબર, બુકિંગ, જ્યાં માહિતી નોંધાયેલ છે વગેરે ભારતીય રેલ્વેમાં યાત્રા કરતાં દરેક મુસાફરોની તમામ માહિતી CIRSમાં નોંધવામાં આવે છે. CIRS એટ્લે કે Centre for Railway Information Systems એક ડેટાબેસ છે જે પુર્ણ રૂપથી ભારતીય રેલનું ઉત્પાદ છે.
આરક્ષણ પ્રણાલી વિશે પણ યાત્રી જાણકારી મેળવી શકે છે
આમ જોવા જઈએ તો PNR નંબર માત્ર બુકિંગ સ્ટેટસ જાણવા માટે જ ઉપયોગમાં લેવાય છે. પરંતુ જ્યારે કોઈ રેલ્વે મુસાફરી દરમ્યાન દુર્ઘટના બને ત્યારે આ PNR થકી જ ઘાયલ અથવા મૃત વ્યક્તિઓની જાણકારી મેળવી શકાય છે. જણાવી દઈએ કે તમારી યાત્રા પૂર્ણ થતાંની સાથે જ તમારો પી.એન.આર. નંબર અમાન્ય થઈ જાય છે.
આ સિવાય કોઈ ટ્રેન દુર્ઘટના દરમિયાન રેલવે અધિકારીઓ ફક્ત પી.એન.આર. નંબર દ્વારા મૃત અથવા ઈજાગ્રસ્ત મુસાફરની ઓળખ કરે છે. 10-અંકના પીએનઆર નંબરના પ્રથમ 3 અંકો પીઆરએસ (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) સૂચવે છે જ્યાંથી ટિકિટ બુક કરાઈ છે. જ્યારે પી.એન.આરનો પ્રથમ અંકએ રેલ્વે ઝોન વિશે જણાવે છે કે જ્યાંથી તમે ટિકિટ બુક કરાવી છે. જ્યારે છેલ્લા 7 અંકોમાં તમારી મુસાફરીને લગતી બાકીની માહિતી રેકોર્ડ કરવામાં આવી છે.
1- SCR (સિકંદરબાદ PRS) 2, 3- NR, NCR, NWR, NER (નવી દિલ્હી PRS) 4, 5- SR, SWR, SCR (ચેન્નઈ PRS) 6, 7- NFR, ECR, ER, EcoR, SER, SECR (કોલકાતા PRS) 8, 9- CR, WCR, WR (મુંબઈ PRS)