કોઈ પણ ખર્ચ વિના ઘરમાં કરો 7 એવા સરળ ઉપાયો જેનાથી દૂર થશે તમારી પૈસાની તંગી

કોઈ પણ ખર્ચ વિના ઘરમાં કરો 7 એવા સરળ ઉપાયો જેનાથી દૂર થશે તમારી પૈસાની તંગી


ઘરમાં પૈસાની તંગી જો તમારો સાથે નથી છોડી રહી અને ખૂબ મહેનત કરવા છતાં પણ જો સફળતા નથી મળી રહી તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરનું વાસ્તુ તેના માટે કારણભૂત હોઈ શકે છે. 

ઘરના વાસ્તુમાં કોઈ જ પ્રરકારની તોડફોડ કર્યા વિના જ તમે એવા સરળ અને નાનકડા બદલાવ લાવીને પણ વાસ્તુદોષ ખતમ કરી શકો છો અને સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો.

  • રસોડામાં ન રાખો આ વસ્તુઓ

રસોડામાં ભૂલથી પણ દવાઓ કે દર્દી સાથે જોડાયેલી કોઈ વસ્તુ કે સામાન ન રાખો. તેમ કરવાથી દુર્ભાગ્ય તેમજ નેગેટિવ એનર્જી ઘરમાં આવે છે. સાથે જ ઘરમાં દવાઓ રાખવાની એક જગ્યા નક્કી કરી ત્યાં જ રાખો.

  • ઘરમાં કરો મંત્રોનું ઉચ્ચારણ

ઘરમાં મંત્રો બોલવાથી પોઝિટિવ એનર્જીનું આગમન થાય છે. ઘરમાં દરરોજ સવારે હળવા અને મધુર અવાજમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો ઑડિયો વગાડો. તમને થોડા સમયમાં બદલાવ જોવા મળશે.

  • આવું ચિત્ર હોય તો હટાવી દો

જો તમારા ઘરમાં કોઈ રડતી સ્ત્રી કે ઘુવડ કે ચીલનું ચિત્ર છે તો તરત તેને હટાવી દો. આ પ્રકારનું ચિત્ર કે ફોટો નકારાત્મક ઉર્જા ફેલાવે છે.

  • દર 3 વર્ષે કરો આ ઉપાય

ઘરમાં તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર કરવા તમારે દર 3 વર્ષે ઓછામાં ઓછી એક વાર ગણેશ પૂજા, નવગ્રહ શાંતિ પૂજા કરાવી શકો છો. તેનાથી તમને લાભ થશે.

  • ઘરમાં આખું મીઠું રાખો

ઘરમાં તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાને દૂર કરવા અલગ અલગ ખૂણામાં એક વાટકામાં ભરીને આખું મીઠું મૂકી રાખો.

  • તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો

તમે આર્થિક રીતે મજબૂત રહો તે માટે તમે માનસિક રીતે પણ મજબૂત હોય તે જરૂરી છે. એટલે યોગા, મેડિટેશન કરો જેથી સ્વસ્થ અને ખુશ રહો. તમે ખુશ હશો તો તમારા ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો ફેલાવો થશે.

આ પણ વાંચો: સાસુ-વહુના ઝઘડામાં જો તમે થઈ ગયા છો સૅન્ડવીચ તો ઘરના વાસ્તુમાં કરો આ સરળ બદલાવ જે લાવશે શાંતિ

  • પોઝિટિવ એનર્જી માટે કરો આ ઉપાય

ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય તે માટે એક કાચના ગ્લાસમાં પાણી ભરો અને તેમાં એક લીંબૂ નાખીને રાખો. તેનાથી ઘરમાં ચારેય તરફ પોઝિટિવ એનર્જીનો સંચાર થશે.

 

[yop_poll id=502]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati