ભારતમાં રહીને તમે આ 5 પુસ્તકો નહીં વાંચી શકો, જાણો કયા પુસ્તક પર કેમ મુકાયો પ્રતિબંધ

ભારતમાં રહીને તમે આ 5 પુસ્તકો નહીં વાંચી શકો, જાણો કયા પુસ્તક પર કેમ મુકાયો પ્રતિબંધ
પ્રતિકાત્મક તસ્વીર

ઘણા લોકો આ સમયે પણ પુસ્તક સાથે વળગી રહ્યા છે. ઇન્ટરનેટના આ જમાનામાં જોવા જઈએ તો પુસ્તક પ્રેમી વધ્યા છે. પરંતુ શું તમે જાણો છે આ પાંચ પુસ્તકો પર ભારતમાં છે પ્રતિબંધ?

Gautam Prajapati

|

May 20, 2021 | 8:15 PM

એવું કહેવામાં આવે છે કે પુસ્તકો આપણા સાચા મિત્રો છે, જે હંમેશાં સાથે હોય છે. આજના ડિજિટલ યુગમાં લોકોને સતત પુસ્તકો વાંચવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કે એવું જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાની આ પેઢી પણ પુસ્તકો તરફ વધુ ઝૂકી છે. લોકો પુસ્તકો પણ ખરીદી રહ્યા છે અને વાંચી પણ રહ્યા છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે ભારતમાં કેટલાક પુસ્તકો છે જે તમે વાંચી ન શકો. તો? હા, તમે ભારતમાં કાયદાકીય રીતે કેટલાક પુસ્તકો પર પ્રતિબંધ છે. ન ખરીદી, ન પ્રકાશિત અને ન વેચી શકાય. ચાલો જાણીએ આવા જ પાંચ પુસ્તકો વિશે.

1. ધ ફેસ ઓફ મધર ઇન્ડિયા

આ પુસ્તક કેથરિન મેયો દ્વારા લખાયેલું છે અને તે વર્ષ 1935 માં પ્રકાશિત થયું હતું. ખરેખર ભારતની સંસ્કૃતિની આ પુસ્તકમાં ટીકા કરવામાં આવી છે. બ્રિટિશ શાસનના પરિપ્રેક્ષ્યથી લખાયેલા પુસ્તકમાં પણ ભારતીયોને સ્વરાજ્ય માટે અયોગ્ય ગણાવ્યા છે.

2. ધ ટ્રુ ફુરકાન

આ પુસ્તક અલ સફી અને અલ મહદી નામના લેખકો દ્વારા લખવામાં આવ્યું છે. તે વર્ષ 1999 માં વાઇન પ્રેસ પબ્લિશિંગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં મુસ્લિમોની મજાક ઉડાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અને આ દ્વારા લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાનો આરોપ છે. આ પુસ્તકની ભારતમાં આયાત પર પણ પ્રતિબંધ છે.

3. હિંદુ હેવન

આ પુસ્તક મેક્સ વાઈલીએ વર્ષ 1933 માં લખ્યું હતું. મેક્સ વાઈલી દ્વારા આ પુસ્તક અમેરિકન મિશનરીઓના ભારતીય કાર્ય પર લખાયું છે. આ પુસ્તક ઉપર એવો આક્ષેપ છે કે તેમાં ઘણી બધી ખોટી વાતો લખવામાં આવી છે.

4. લેડી ચેટર્લીસ લવર

આ પુસ્તક ડી.એચ. લોરેન્સ દ્વારા લખવામાં આવ્યું હતું. તે પ્રથમ લેખક દ્વારા અને પછી પેંગ્વિન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તક ઉપર એવો આક્ષેપ છે કે તેમાં ઘણી બધી અશ્લીલતા પીરસવામાં આવી છે. આ પુસ્તક પર બ્રિટિશ રાજ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હજી પણ આ પ્રતિબંધ છે.

5. રંગીલા રસૂલ

આ પુસ્તક પંડિત ચમુપતિ એમ.એ. દ્વારા લખાયેલ છે. જો કે એવું કહેવામાં આવે છે કે આ લેખકનું અસલી નામ નથી. મો. રફી પબ્લિકેશનથી વર્ષ 1927 માં પ્રકાશિત આ પુસ્તકમાં મુસ્લિમોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

આ પણ વાંચો: પંજાબ સરકારે કરી મોટી જાહેરાત- કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને મફત શિક્ષણ સહીત મળશે આ લાભ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati