AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ સરકારે કરી મોટી જાહેરાત- કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને મફત શિક્ષણ સહીત મળશે આ લાભ

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ એક મોટી જાહેરાત કરી છે. સીએમએ ઘોષણા કરી કે જે બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે તેમને દર મહિને પેન્શન તરીકે 1500 રૂપિયા આપવામાં આવશે.

પંજાબ સરકારે કરી મોટી જાહેરાત- કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને મફત શિક્ષણ સહીત મળશે આ લાભ
CM અમરિંદર સિંહ
| Updated on: May 20, 2021 | 7:15 PM
Share

કોરોનાના કારણે દેશમાં અત્યાર સુધીમાં લાખો લોકો માર્યા ગયા છે. દેશમાં ઘણા એવા કુટુંબો છે જ્યાં બાળકો આ વાયરસના કારણે તેમના માતાપિતાને ગુમાવી ચૂક્યા છે. બીજી બાજુ આવા ઘણા પરિવારો પણ છે જ્યાં કોરોનાના કારણે સૌ નિરાધાર બન્યા છેલ. ઘરમાં કમાવવાવાળું કોઈ નથી અને ઘણા બાળકોની છત રૂપી માતાપિતા છીનવાઈ ગયા છે. કોરોનાના આ સમયગાળા દરમિયાન પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ (CM Captain Amarinder Singh) એક મોટી જાહેરાત કરી છે. સીએમએ ઘોષણા કરી કે જે પરિવારોમાં બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે તેમને હવે દર મહિને પેન્શન તરીકે 1500 રૂપિયા આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી કે આ નાણાકીય સહાય તેમને કોરોનાના મુશ્કેલ સમયમાં થોડી રાહત આપશે. આ સાથે એવા પરિવારોને પણ દર મહિને આ 1500 રૂપિયા આપવામાં આવશે, જેમણે એવા માણસને ગુમાવ્યું છે જે તેમની આવક માટે જવાબદાર હતું અને ઘર ચલાવતું હતું.

તેમણે કહ્યું કે જે બાળકોએ કોરોના વાયરસના કારણે માતાપિતા ગુમાવ્યા છે, તેમની જવાબદારી લેવી તે રાજ્ય સરકારની ફરજ બને છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે હવે આવા બાળકોની ગ્રેજ્યુએશન સુધીની સંપૂર્ણ સરકાર લેશે.

સામાજિક સુરક્ષા પેન્શન મળશે

મુખ્યમંત્રીએ કહ્યું કે મફત શિક્ષણની સાથે દર મહિને સામાજિક સુરક્ષા પેન્શનના રૂપમાં રૂ .1500 ની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આવા પરિવારોના બાળકો તેમજ તેમના પરિવારો માટે સરકારી શાળાઓમાં નિ:શુલ્ક શિક્ષણની ખાતરી કરશે.

આગળ તેમણે જણાવ્યું કે આ યોજના તે બાળકો માટે પણ લાગુ થશે જેમના ઘરે કમાણી કરનાર વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. બાળક 21 વર્ષના થાય ત્યાં સુધી તેઓને આ સુવિધાનો લાભ મળશે અને આગામી 3 વર્ષ સુધી આ યોજના અમલમાં રહેશે પંજાબ અને તે પછી તેને કારોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજના આગળ વધારી શકાય છે.

સરકાર સમિતિની રચના કરશે

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે આ તમામ યોજનાઓ યોગ્ય રીતે લાગુ થવી જોઈએ અને તેનો અમલ કરવા માટે સરકાર મહિલા અને બાળ વિકાસ પ્રધાનની અધ્યક્ષતામાં એક મોનિટરિંગ કમિટી પણ બનાવશે. તેમણે કહ્યું કે આ સમિતિની દર મહિને ઓછામાં ઓછી એક વાર બેઠક મળશે.

આ પણ વાંચો: સિંહ કે વાઘ નહીં, આ નાનકડા જીવ છે વિશ્વના TOP 5 ખતરનાક પ્રાણી, જે લે છે લાખો લોકોના જીવ

g clip-path="url(#clip0_868_265)">