Mehsana: વિસનગરની 150 વર્ષ જુની પરંપરાને કોરોનાનું ગ્રહણ, ખાસડા યુદ્ધની ઉજવણીમાં પોલીસે નાખ્યું ગાઈડલાઈનનું ખાસડુ

Mehsanaના વિસનગરમાં ખાસડા યુદ્ધને કોરોનાનુ ગ્રહણ લાગ્યુ છે. અહીં વર્ષોથી એકબીજા ઉપર ખાસડા અને શાકભાજી મારીને ઉજવણી કરવામાં આવે છે જો કે આ વખતે ટોળા ભેગા થતા પોલીસ પહોંચી હતી.સ્થાનિકો દ્વારા વિનંતી છતા ખાસડા યુદ્ધ માટે લોકો ટોળે વળીને ભેગા થયા હતા.

| Updated on: Mar 29, 2021 | 3:36 PM

Mehsanaના વિસનગરમાં ખાસડા યુદ્ધને કોરોનાનુ ગ્રહણ લાગ્યુ છે. અહીં વર્ષોથી એકબીજા ઉપર ખાસડા અને શાકભાજી મારીને ઉજવણી કરવામાં આવે છે. જો કે આ વખતે ટોળા ભેગા થતા પોલીસ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા વિનંતી છતા ખાસડા યુદ્ધ માટે લોકો ટોળે વળીને ભેગા થયા હતા. 150 વર્ષ જુની આ પરંપરાને કોરોનાની ગાડઇલાઇનનું ગ્રહણ લાગ્યુ છે.

મહેસાણાનાં વિસનગરમાં ખાસડાયુદ્ધ અને પરંપરા

150 વર્ષ જુની પરંપરાની વાત કરીએ તો ખાસડા યુદ્ધ તરીકે પ્રચલિત પરંપરામાં જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી પરંપરા છે. આ પરંપરામાં તો હવે શાકભાજી પણ ઉમેરાઈ ગયા છે. લોકો મોટી સંખ્યામાં શાકભાજીનો મારો ચલાવે છે અને પરંપરાને નિભાવવાનો પ્રયત્ન કરે છે.

ખાસડા યુદ્ધનો માહોલ 

વિસનગરનાં બજારમાં ધુળેટીનાં દિવસે ઉજવાતા ખાસડા યુદ્ધનાં દિવસનો માહોલ જ અલગ હોય છે. હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.

ઘડો અને ખજુર મેળવવા માટેની લડાઈ

જૂની પરંપરા છે મંડીના ખાંચા આગળ ચબુતરો હતો. જ્યાં લોકો ખાસડા મૂકી જતા હતા. અને આ તહેવારની રાહ જોતા હતા. અને ક્યારે ઉજવે. વિસનગરનો આ પોતાનો તહેવાર છે.દરેક કોમ સંપીને ઉજવે છે. કોઈ દિવસ ઝગડો નથી થતો. આ પરંપરા છે. ખાસડું વાગે એમ વર્ષ સારું જાય. જો કે પરિવર્તન થયું અને બદલાયું.કહેવાય છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિ‌તનાં શાકભાજીએ લીધું છે. ધૂળેટીના દિવસે ૧૦૦ વર્ષથી વિસનગરવાસીઓએ હજુ પણ આ પરંપરાને સાચવી રાખી છે. જો કે, હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે.

Follow Us:
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">