Petrol-diesel : પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલને ક્યાં સ્ટોર કરવામાં આવે છે ? શું ઘર જેવી જ હોય છે ફ્યુલ ટેન્ક ? આવો જાણીએ

શું તમે જાણો છો કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલને ક્યાં સ્ટોર કરવામાં આવે છે અને તેમની ટેન્કમાં શું ખાસ છે. જો તમે પણ આ સવાલોના જવાબ જાણવા માગો છો, તો ચાલો તમને જણાવીએ કે પેટ્રોલ પંપ પર ફ્યુઅલ સ્ટોરની સિસ્ટમ શું છે...

Petrol-diesel : પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલને ક્યાં સ્ટોર કરવામાં આવે છે ? શું ઘર જેવી જ હોય છે ફ્યુલ ટેન્ક ? આવો જાણીએ
Petrol Pump (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 11:53 AM

જ્યારે પણ તમે ગાડીમાં પેટ્રોલ (Petrol) ભરો છો ત્યારે તમે વાહનને પેટ્રોલ પંપ (Petrol pump) પર લઈ જાઓ છો અને પેટ્રોલ પંપના કર્મચારીને જે ભરવાનું કહેવામાં આવે છે તે ભરી દે છો. જો કે, તમે પેટ્રોલ પંપ પર જોયું જ હશે કે માત્ર એક જ મશીન દેખાય છે, જેમાં કેટલા રૂપિયાનું પેટ્રોલ ભરવું છે તે આંકડા લખવામાં આવે છે અને પાઇપ દ્વારા તમારા વાહનમાં પેટ્રોલ ભરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેટ્રોલ ક્યાંથી આવે છે અને તે પેટ્રોલ પંપ પર ક્યાં સ્ટોર થાય છે.

પેટ્રોલ પંપને લઈને લોકોના મનમાં સવાલો આવે છે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલને ક્યાં સ્ટોર કરવામાં આવે છે અને કઈ ટાંકીમાં સ્ટોર કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે શું આ ટેન્ક આપણા ઘરની ટેન્કઓ જેવી જ છે અથવા અલગ છે. ચાલો આવા જ પ્રશ્નોના જવાબો જાણીએ જેથી તમે પેટ્રોલ પંપના કામકાજ વિશે જાણી શકશો.

ફ્યુલ ક્યાં સ્ટોર કરવામાં આવે છે? લોકોના આ સવાલોના જવાબો જાણવા માટે અમે પેટ્રોલ પંપના માલિક અને રાજસ્થાનના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી સંદીપ ભગેરિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, પેટ્રોલ પંપ પરની ટાંકીમાં પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવે છે. ટ્રકો મારફત આવતું તેલ પેટ્રોલ પંપ પર બનેલી ભૂગર્ભ ટાંકીમાં સ્ટોર થાય છે. એટલે કે જે મશીનમાં પૈસા વગેરેની માહિતી આપવામાં આવે છે તે એક રીતે હેન્ડપંપનું કામ કરે છે અને ત્યાંથી ઇંધણ નીકળે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ ટેન્ક કેવી છે? જો તમને લાગે છે કે આ ટેન્ક તમારા ઘરોમાં બનેલી પાણીની ટાંકીઓ જેવી જ છે તો તમે ખોટા છો. સંદીપ ભગેરિયાએ જણાવ્યું હતું કે, આ ખાસ ટેક્નોલૉજી વડે ખાસ બનાવવામાં આવી છે અને તૈયાર કરવામાં આવી છે. આ ટાંકીઓ સ્ટીલ ફેબ્રિકેટેડ ટાંકીઓ છે અને તેમાં ફ્યુલનો સ્ટોર કરવામાં આવે છે. આ ઘરેલું ટાંકીઓથી ખૂબ જ અલગ છે.

તે કેટલું ફ્યુલ સ્ટોર કરે છે? આ ઇંધણ ઘણું વધારે હોય પરંતુ તેની ક્ષમતા દરેક પેટ્રોલ પંપ પ્રમાણે અલગ-અલગ હોય છે. દરેક પેટ્રોલ પંપમાં અલગ-અલગ સાઇઝની ટાંકીઓ બનાવવામાં આવે છે અને આ ટાંકીઓ બનાવવા માટે અગાઉથી પરવાનગી લેવી પડે છે અને તેમની ક્ષમતાના આધારે જ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે.

પંપ માલિક કેટલું પેટ્રોલ ખરીદી શકે? ભગેરિયાએ કહ્યું, “કોઈપણ પેટ્રોલ પંપ બનાવતી વખતે પરવાનગી લેવી પડે છે અને તેની માહિતી રજીસ્ટ્રેશનમાં આપવામાં આવે છે. દરેક પેટ્રોલ પંપની પોતાની અલગ લિમિટ હોય છે અને ફિક્સ લિમિટના આધારે કોઈપણ પેટ્રોલ પંપ ઈંધણ ખરીદી શકે છે. તે દરેક પેટ્રોલ પંપ પર નિર્ભર કરે છે કે ત્યાં કેટલું પેટ્રોલ સ્ટોર કરી શકાય છે.

આ પણ વાંચો : WHOની મંજૂરી બાદ કોવેક્સિન લગાવનાર ભારતીયોને આ તારીખથી અમેરિકામાં મળશે એન્ટ્રી

આ પણ વાંચો : KBC 13 : કેટરિના કૈફે શોમાં એવી વાત કહી, અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યમાં મુકાયા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">