શું વિમાનમાં હોર્ન હોય છે ? જો હા, તો તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે ?

Airplane Horn Facts: શું તમે જાણો છો કે વિમાનોમાં હોર્ન હોય છે ? જો હા, તો તે જાણવું પણ રસપ્રદ છે કે આ હોર્નનું કાર્ય શું છે ?

શું વિમાનમાં હોર્ન હોય છે ? જો હા, તો તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે ?
Airplane

રસ્તા પર ડ્રાઇવિંગ (Driving) કરતી વખતે કોઇ વાહનથી સાઇડ લેવા અથવા પોતાની હાજરી દર્શાવવા માટે આપણે હોર્નનો (Horn) ઉપયોગ કરીએ છીએ. આવી જ રીતે ટ્રેનમાં (Train) પણ અલગ અલગ પરિસ્થિતિમાં હોર્નનો ઉપયોગ થાય છે.

ટ્રેનમાં હોર્ન ઘણી રીતે વગાડવામાં આવે છે અને દરેક હોર્નનો પોતાનો એક અલગ અર્થ પણ હોય છે. પરંતુ, શું તમે વિમાનના હોર્ન વિશે જાણો છો ? ઘણા લોકોને તો ખબર પણ નહીં હોય કે વિમાનમાં હોર્ન હોય છે કે નહીં. આ સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ છીએ કે વિમાનમાં હોર્ન છે કે નહીં અને જો હોર્ન છે, તો તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે ?

શું વિમાનમાં હોર્ન હોય છે ?

તકનીકી રીતે કહીએ તો, વિમાનમાં હોર્ન હોય છે. આ હોર્ન એક અલગ પ્રકારનું છે અને તે સામાન્ય વાહનો જેવું નથી. એવું નથી કે આ હોર્નથી પક્ષીઓ કે અન્ય વિમાનોને હવામાં દૂર કરવામાં આવે છે. તે હવામાં વગાડવામાં આવતું નથી.

આ હોર્ન કેવી રીતે કામ કરે છે ?

વિમાનનું હોર્ન, ચેતવણી અથવા એલાર્મ તરીકે કામ કરે છે. તેના દ્વારા વિમાનની કેબિનમાંથી અન્ય સ્ટાફનો સંપર્ક કરવામાં આવે છે. જો કોઈ સમસ્યા વગેરે હોય તો સ્ટાફ એલર્ટ કરવા માટે થાય છે. આ સિવાય તે હોર્ન ગ્રાઉન્ડ પર ઉપયોગી છે. આ હોર્ન દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફને વિમાન ઉડવા માટે તૈયાર હોવાની માહિતી આપવામાં આવે છે અને પછી વિમાન ઉડાડવામાં આવે છે.

આ હોર્ન સામાન્ય હોર્ન જેવું જ છે. આ હોર્ન વિમાનના પૈડા પાસે લગાવવામાં આવે છે. તે હોર્નના અવાજમાં પણ ફરક હોય છે. કોઈ પણ વિમાનના હોર્નનો અવાજ તેને બનાવનારી કંપની પર નિર્ભર કરે છે. આ સ્થિતિમાં એવું કહી શકાય કે વિમાનનું હોર્ન એલાર્મ બટન કે એલર્ટ માટે ઉપયોગી છે. જેના દ્વારા વિમાન અને અન્ય સ્ટાફ વચ્ચે સંપર્ક સ્થાપિત કરી શકાય છે.

 

આ પણ વાંચો : First FIR: દેશમાં પ્રથમ FIR કોણે, ક્યારે અને શા માટે દાખલ કરાવી હતી, કયા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખવામાં આવ્યો હતો ?

આ પણ વાંચો : શા માટે AC દીવાલમાં ઉપરની તરફ ફીટ કરવામાં છે અને હીટર દીવાલની નીચે તરફ રાખવામાં આવે છે ? જાણો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati