આ ગુફાની અંદર છે કરોડોનો ખજાનો, પરંતુ આજ સુધી કોઈ ત્યાં પહોંચી શક્યું નથી, જાણો કારણ

બિહારના રાજગીર ખાતે બે કૃત્રિમ ગુફાઓ છે. આ ગુફાની બહાર મૌર્યકાળની કલાકૃતિઓ મળી છે. તે જ સમયે બીજી ગુફાના પ્રવેશદ્વાર પર ગુપ્ત વંશની ભાષા અને ચિહ્નોમાં કેટલાક શિલાલેખો મળી આવ્યા છે.

આ ગુફાની અંદર છે કરોડોનો ખજાનો, પરંતુ આજ સુધી કોઈ ત્યાં પહોંચી શક્યું નથી, જાણો કારણ
રહસ્યમય ગુફા
Follow Us:
| Updated on: May 25, 2021 | 8:22 PM

આ વિશ્વ રહસ્યોથી ભરેલું છે. ઘણી વાર એવી અજીબોગરીબ ઘટના બને છે કે માન્યામાં ના આવે. અને આ પૃથ્વી પર એવા કેટલાય રહસ્યો છે જેની ગુત્થી હજુ સુધી ઉકેલાઈ નથી. આજની તારીખમાં ઘણી એવી જગ્યા છે અને માંન્યાતાઓ છે કે તેના વિશે સાંભળીને વિશ્વાસ ના થાય. આ સૂચિમાં ભારતની એક ગુફા પણ શામેલ છે, જેની સત્યતા શું છે તે આજ સુધી જાહેર થઈ શક્યું નથી.

તમે ગુફાઓ સંબંધિત ઘણી વાતો સાંભળી હશે. અલી બાબા ચાલીસ ચોરની પણ તમે વાત સાંભળી હશે. અને ઘણી ગુફાઓમાં સંપત્તિ છુપાવવાની વાતો પણ સાંભળી હશે. આજે અમે તમને આવી જ એક ગુફા વિશે જણાવીશું, જેમાં કહેવામાં આવે છે કે તેની અંદર કરોડોનો ખજાનો છે. પરંતુ આજદિન સુધી કોઈ પણ માનવ આ ખજાના સુધી પહોંચી શક્યો નહીં.

ગુફાઓનું નિર્માણ ચાર સદી પૂર્વેનું

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કેટલાક અહેવાલો અનુસાર બિહારના રાજગીર ખાતે બે કૃત્રિમ ગુફાઓ છે. આ ગુફાની બહાર મૌર્યકાળની કલાકૃતિઓ મળી છે. તે જ સમયે બીજી ગુફાના પ્રવેશદ્વાર પર ગુપ્ત વંશની ભાષા અને ચિહ્નોમાં કેટલાક શિલાલેખો મળી આવ્યા છે. અહેવાલ મુજબ આ ગુફાઓ જૈન સાધુઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ ગુફાઓનું નિર્માણ ચાર સદી પૂર્વેનું છે.

ગુફાની બહાર વિષ્ણુ અને જૈન કલાકૃતિઓની મૂર્તિ જોવા મળે છે. કેટલાક સંશોધકોએ આ ગુફાઓની તપાસ પણ કરી અને તેવા નિર્ણય પર પહોંચ્યા કે ગુફા બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગુફાઓને સોનાનો ભંડાર પણ કહેવામાં આવે છે. હવે તમને મનમાં સવાલ થતો જ હશે કે તેને સોનાનો ભંડાર કેમ કહેવામાં આવે છે?

ઘણી બધી છે માન્યતાઓ

કેટલીક વાર્તાઓ અનુસાર આ ગુફાઓની અંદર ઘણું સોનું છુપાયેલું છે. સોનાના ખજાના સુધી પહોંચવાનો માર્ગ પણ છે, પરંતુ આજ સુધી ત્યાં કોઈ પહોંચી શક્યું નથી. કેટલાક લોકો એવું પણ માને છે કે જરાસંધ અથવા બિંબિસારનો ખજાનો પણ અહીં છુપાયેલો છે. કારણ કે ગુફાથી થોડે દૂર એક જેલ છે જ્યાં અજાતશત્રુએ તેના પિતા બિંબિસારને બંદી બનાવી લીધા હતા.

એટલું જ નહીં, ગુફાની દિવાલ પર કેટલાક ગુપ્ત શિલાલેખો પણ છે, જે આજ સુધી કોઈથી વંચાયા નથી. લોકો માને છે કે જે આ વાંચી શકશે તેને ખજાનાનો રસ્તો મળશે. જોકે આજદિન સુધી આ થઈ શક્યું નથી. ઘણા લોકોએ અંદર જઇને ખજાનો શોધવા પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહીં. બ્રિટિશરોએ તોપથી બ્લાસ્ટ કરીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને પણ સફળતા મળી નહીં. તેથી આજ ગુફાની સત્યતા જાહેર થઈ શકી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">