અહી છે ‘પત્ની પીડિત પતિઓ માટે આશ્રમ’, જાણો કેવા લોકોને મળે છે એન્ટ્રી

અહી છે 'પત્ની પીડિત પતિઓ માટે આશ્રમ', જાણો કેવા લોકોને મળે છે એન્ટ્રી
Patni pidit Pati Ashram

આ આશ્રમ એવા લોકો માટે જ ખુલ્લો છે જેઓ પોતાની પત્નીથી પરેશાન છે. આ આશ્રમમાં સલાહ લેવા માંગતા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે

TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Jan 22, 2022 | 11:09 PM

Patni Pidit Pati Ashram: ભારત દેશમાં તમે ઘણા તરહ તરહના આશ્રમો જોયા હશે કે જેમાં આધ્યાત્મિક ગુરુઓ જ્ઞાન પીરસતા હોય છે. કેટલાય આશ્રમોમાં બાળકોને ભણાવવામાં પણ આવે છે. પરતું આજે આપણે અહી જે આશ્રમની વાત કરવા જઈ રહ્યા છીએ તે આશ્રમમાં કોઈ ધાર્મિક શિક્ષા કે અધ્યાત્મિક ગુરુઓનું જ્ઞાન નથી પીરસવામાં આવતું પરંતુ પત્નીઓથી પીડિત લોકોની સમસ્યાઓને સાંભળવામાં આવે છે. આ વાંચીને કદાચ અજીબ લાગી શકે છે પરંતુ આ હકીકત છે કે એક આશ્રમ તેવું પણ છે જે માત્ર પત્ની પીડિત પતિઓ માટે જ છે.

મળતી માહિતી મુજબ, આ આશ્રમ મહારાષ્ટ્રના ( Maharashtra)ઔરંગાબાદ (Aurangabad)  જિલ્લાથી 12 કિલોમીટરના અંતરે શિરડી મુંબઈ હાઈવે (Shirdi-Mumbai Highway) પર આવેલો છે. આ આશ્રમ એવા લોકો માટે જ ખુલ્લો છે જેઓ પોતાની પત્નીથી પરેશાન છે. આ આશ્રમમાં સલાહ લેવા માંગતા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

પત્નીથી પરેશાન લોકોને સલાહ આપવામાં આવે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 500 લોકોએ અહીં સલાહ લીધી છે. હાઈવે પરથી જોવામાં આવે તો તે એક નાનકડો ઓરડો જેવો લાગે છે, પરંતુ અંદર જાઓ ત્યારે તે આશ્રમ જેવો દેખાય છે. રૂમની અંદર જતાની સાથે જ એક ઓફિસ બનાવવામાં આવે છે જ્યાં પત્નીથી પરેશાન લોકોને સલાહ આપવામાં આવે છે.  દર શનિવાર, રવિવારે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી પત્ની-પીડિતોનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

અલગ-અલગ રાજ્યો માંથી આવે છે પીડિત પતિઓ

આ આશ્રમમાં છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશમાંથી ઘણા લોકો સલાહ લેવા માટે આવી રહ્યા છે. એટલું જ નહીં આશ્રમમાં રહેતા લોકો ખીચડી, શાકની દાળ બનાવે છે. આશ્રમમાં સલાહ લેવા આવનાર દરેક માણસને ખિચડી ખવડાવવામાં આવે છે. આશ્રમમાં ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે, A B C, પત્ની અને સાસરિયાઓથી પરેશાન વ્યક્તિ A કેટેગરીમાં આવે છે. એ જ રીતે ઓછા પરેશાન લોકોને બી અને સી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PM Kisan: આ દિવસે આવશે PM કિસાન યોજનાનો 11મો હપ્તો, ઝડપથી ચેક કરો સ્ટેટસ

આ પણ વાંચો: બિહારમાં રેતી માફિયાનો આતંક : ભોજપુર જિલ્લામાં લીઝ બાદ કરાતી પૂજા દરમિયાન ફાયરિંગ બેન્ક કર્મચારી સહિત બેની હત્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati