બિહારમાં રેતી માફિયાનો આતંક : ભોજપુર જિલ્લામાં લીઝ બાદ કરાતી પૂજા દરમિયાન ફાયરિંગ બેન્ક કર્મચારી સહિત બેની હત્યા

ભોજપુર જિલ્લાના કોઈલવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ચ્વ જમાવવા માટે કમલુચક રાજાપુર દિયારા રેતી ઘાટ પર ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા. પોલીસે ફાયરિંગ કરનારા બે લોકોની ધરપકડ કરી લીધી છે.

બિહારમાં રેતી માફિયાનો આતંક : ભોજપુર જિલ્લામાં લીઝ બાદ કરાતી પૂજા દરમિયાન ફાયરિંગ બેન્ક કર્મચારી સહિત બેની હત્યા
Two killed in firing, including bank employee, during puja after leasing in Bhojpur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:33 PM

બિહારમાં રેતી માફિયાઓ (Sand mafia)નો આતંક જાણિતો. તેમના ગેરકાયદે ધંધામાં વચ્ચે આવનાર કોઈની પણ તે હત્યા કરી શકે છે. આવી જ ઘટના બિહાર (Bihar) ના ભોજપુર જિલ્લાના રાજાપુર દિયારા સ્થિત કામલુચક રેતી ઘાટ પર બની છે જેમાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદે રેતી ખનના અને વર્ચસ્વને લઈને બેન્ક કર્મચારી સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની માહિતી મળતાં જ ભોજપુર (Bhojpur) પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા અને શબને પોતાના કબજામાં લઈને તેનું પોસ્ટમોર્ટમ આરા સદાર હોસ્પિટલમાં કરાવ્યું હતું. પોલીસે આ મામલામાં ગોળીબાર કરનારા બે લોકોની ધરપકડ કરી છે, બાકીના આરોપીઓની શોધ હજી ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકોમાં ઉત્તરપ્રદેશના બેલભરિયા ગામના રહેવાસી દુર્ગેશ જજ કોઠી સ્થિત મણિપુરમ બેન્કમાં ક્લર્ક તરીકે કાર્યરત હતો. જ્યારે બીજો મૃતક પટના જિલ્લાના નૌબતપુર નિવાસી સંજિત કુમાર શર્મા રામનગર ચંદવા હાઉસિંગ મોહલ્લામાં રહેતો હતો અને તે એકાઉન્ટન્ટ હતો.

મૃતકોના મિત્ર દીપક સિંહે જણાવ્યું હતું કે તેમના પાર્ટનર કામેશ્વર રાયનું રાજાપુર દિયારા સ્થિત રેતી ઘાટની લીઝ (leas) નું ટેન્ડર પાસ થયું હતું. આ જ રેતીઘાટનું ઉદઘાટન કરવા માટે તમામ લોકો ઘાટ પર પૂજા કરાવી રહ્યા હતા. જેમાં લગભગ 250 જેટલા લોકો આવ્યા હતા. એવામાં અચાનક 25 લોકો આવીને ફાયરિંગ (firing) કરવા લાગ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફાયરિંગ થતાં જ ભાગદોડ મચી ગઈ હતી. દરમિયાન બે લોકોને ગોળી વાગી હતી. બંનેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. બાકીના લોકો પોતાનો જીવ બચાવીને કોઈલવર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોલીસને ઘચનાની જાણ કરી હતી.

મૃતકોના મિત્ર દીપક સિંહે ગેરકાયદે રેતી ખનનને લઈને સત્યેન્દ્ર પંડિત નામની વ્યક્તિ અને તેના અન્ય સાથીઓ પર ગોળી મારીને હત્યા કરવા તથા ઘણા રાઉન્ડ ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Budget 2022 : યુનિવર્સલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ પર ફોકસ, શું સરકાર નેશનલ હેલ્થ મિશનનો વ્યાપ વધારશે ?

આ પણ વાંચોઃ Jammu Kashmir: શોપિયાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક આતંકીને કર્યો ઠાર, ઓપરેશન યથાવત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">