શું તમે જાણો છો પાણીપુરી, સમોસા, જલેબી અને કચોરીને અંગ્રેજીમાં શું કહેવાય ? જાણવા વાંચો અહેવાલ

|

Jul 25, 2021 | 7:38 AM

આજે અમે તમારા માટે આ પ્રચલિત સ્ટ્રીટ ફૂડ આઇટમના અંગ્રેજી નામ લઇને આવ્યા છે જેથી જ્યારે પણ તમે વિદેશમાં જાઓ તો તમારા માટે તેને શોધવું મુશ્કેલ ન બને.

શું તમે જાણો છો પાણીપુરી, સમોસા, જલેબી અને કચોરીને અંગ્રેજીમાં શું કહેવાય ? જાણવા વાંચો અહેવાલ
Panipuri is called Water Balls in English.

Follow us on

ભારતમાં ગલી ગલીમાં પાણીપુરી, સમોસા અને કચોરી મળી રહે છે. આ વાનગીઓ સ્ટ્રીટ ફૂડનો મહત્વનો ભાગ છે. તમને ભારતના દરેક રાજ્યમાં આ વાનગીઓ મળી જશે બસ તેમાં જે તે રાજ્યની સંસ્કૃતિનો થોડો રંગ પણ ભળેલો હશે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના જે પણ ખૂણામાં ભારતીયો પહોંચ્યા છે ત્યાં પણ આ વાનગીઓએ પોતાનું અસ્તિત્વ નોંધાવ્યુ છે. પણ શું તમે જાણો છો કે વિશ્વભરમાં મળતી આ ભારતીય વાનગીઓને અંગ્રેજીમાં શું કહેવાય છે ? આજે અમે તમારા માટે આ પ્રચલિત સ્ટ્રીટ ફૂડ આઇટમના અંગ્રેજી નામ લઇને આવ્યા છે જેથી જ્યારે પણ તમે વિદેશમાં જાઓ તો તમારા માટે તેને શોધવું મુશ્કેલ ન બને.

જલેબી

આપણે બધાએ ક્યારે ને ક્યારે જલેબીનો સ્વાદ માણ્યો જ હશે. મેંદાના બેટરને ઘીમાં તળીને ચાસણીમાં ડૂબોડીને પીરસવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પણ મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે જલેબીને અંગ્રેજીમાં શુ કહેવાય છે તો અમે તમને જણાવીએ કે જલેબીને અંગ્રેજીમાં Rouded Sweet અથવા Funnel Cake કહેવામાં આવે છે જો કે, કેટલાક લોકો તેને Sweetmeat અથવા તો Syrup Filled Ring પણ કહે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સમોસા અને કચોરી

સમોસાએ ઉત્તર ભારતનો પ્રખ્યાત નાશ્તો છે. જ્યારે પણ સમોસાને અંગ્રેજીમાં લખવાની વાત આવે ત્યારે પણ લોકો તેને Samosa જ લખે છે. પરંતુ સમાસાને અંગ્રેજીમાં Rissole કહેવાય છે.

કચોરી સમોસાની જેમ જ લોકોનો મનપસંદ નાશ્તો છે. સમોસાની જેમ લોકોને એ પણ નથી ખબર કે કચોરીને અંગ્રેજીમાં શું કહેવાય. તો તમને જણાવી દઇએ કે, કચોરીને અંગ્રેજીમાં Pie કહેવામાં આવે છે.

પાણીપુરી

હવે વાત કરીએ પાણીપુરીની. પાણીપુરી તો બધાને જ પસંદ આવે છે. ભારતના વિવિધ રાજ્યોમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે પરંતુ પાણીપુરીને અંગ્રેજીમાં Water Balls કહેવાય છે.

આ પણ વાંચો – Super Dancer 4 : રાજ કુંદ્રાની કસ્ટડીમાં વધારો થયા પછી શું આગામી અઠવાડિયાના શૂટિંગમાં જશે Shilpa Shetty ?

આ પણ વાંચો – WhatsApp Tricks: વોટ્સએપ પર ડિલીટ થયેલ મેસેજને જોવાનો જુગાડ, બસ ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Next Article