પંચમહાલ: TRB જવાન પર અજાણ્યા ઈસમોએ કર્યો એસિડ એટેક, પોલીસે તપાસ હાથ ધરી
પંચમહાલના એક ટીઆરબી જવાન પર એસિડ ફેંકી હુમલો કરવામાં આવ્યો છે. ટીઆરબીનો જવાન નોકરી પૂર્ણ કરી પરત ઘરે જતો હતો તે સમયે આ હુમલો કરવામાં આવ્યો. ટીઆરબી જવાન પંકજ બારીયા પર લાડુપુરા ગામની સીમ પાસે અજાણ્યા ઈસમોએ એસિડ ફેંક્યું, મોઢાના તેમજ શરીરના ભાગે એસિડ હુમલો થતાં ઈજાઓ પહોંચી છે. અજાણ્યા ઈસમોએ પૂર્વ આયોજિત કાવતરૂં કરી […]
પંચમહાલના એક ટીઆરબી જવાન પર એસિડ ફેંકી હુમલો કરવામાં આવ્યો છે. ટીઆરબીનો જવાન નોકરી પૂર્ણ કરી પરત ઘરે જતો હતો તે સમયે આ હુમલો કરવામાં આવ્યો. ટીઆરબી જવાન પંકજ બારીયા પર લાડુપુરા ગામની સીમ પાસે અજાણ્યા ઈસમોએ એસિડ ફેંક્યું, મોઢાના તેમજ શરીરના ભાગે એસિડ હુમલો થતાં ઈજાઓ પહોંચી છે. અજાણ્યા ઈસમોએ પૂર્વ આયોજિત કાવતરૂં કરી ટીઆરબી જવાન પર એસિડ એટેક કર્યો. ત્યારે પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો